Western Times News

Gujarati News

પાકિસ્તાનના સિયાલકોટ મિલિટરી બેઝમાં વિસ્ફોટ

સિયાલકોટ,  પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સિયાલકોટ શહેરમાં પાકિસ્તાની સેનાના હથિયારોના ગોડાઉનમાં ભયંકર ધડાકા થયા છે. આ ઘડાકા બાદ પાકિસ્તાની સૈન્યના ઠેકાણામાં આગ લાગી ગઈ છે. Pakistan: Multiple massive explosions take place in Sialkot cantonment area.

ઘડાકાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ધડાકા બાદ આ વિસ્તારમાં ગોળા પડી રહ્યા છે, સામાન્ય લોકો પણ ધડાકાના લીધે ચિંતા છે.

પાકિસ્તાની સેનાએ આ ધડાકા વિશે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બોમ્બ ફટાકડાની જેમ ફૂટી રહ્યા છે. ઘણાં ધડાકા બાદ ગોળા આસપાસના વિસ્તારમાં પડતા દેખાઈ રહ્યા છે. પાકિસ્તાની ખબર ડેઈલી મિલાપના એડિટર રિશી સૂરીએ ટ્‌વીટ કરીને કહ્યું કે સિયાલકોટમાં સૈન્ય ઠેકાણા પર ઘણાં ધડાકા થયા છે.

શરુઆતની તપાસમાં માલુમ પડ્યું કે આ એક હથિયારને રાખવાની જગ્યા છે. આગની જ્વાળાઓ ચારે તરફ દેખાઈ રહી છે. હજુ સુધી ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે

પાકિસ્તાની સેનાએ સિયાલકોટમાં હથિયાર રાખવાની જગ્યા પર પહેલા બહારથી કોઈ વસ્તુ આવીને પડી હતી, જે બાદ અહીં આગ લાગી ગઈ હતી. આ પછી ત્યાં એક પછી એક ધડાકા થવાના શરુ થઈ ગયા હતા. સિયાલકોટના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પાકિસ્તાની સેનાના સૌથી જૂના સૈન્ય ઠેકાણામાંથી એક છે.

આ શહેરની નજીકમાં આવેલું છે. આ ઘટના બ્રિટિશ ભારતીય સેનાએ વર્ષ ૧૮૫૨ બનાવ્યું હતું. આ ધડાકાને લઈને કેટલીક અટકળો પણ કરવામાં આવી રહી છે. જાેકે, તપાસ બાદ હકીકત સામે આવશે. આ ધડાકાનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો અને ઘણાં કિલોમીટર દૂર રહેતા લોકોએ પણ ધડાકાના કારણે થયેલી ધ્રૂજારીને અનુભવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.