Western Times News

Gujarati News

દૈનિક જરૂરિયાતની દરેક ચીજાેના ભાવ ૧૦-૧૫% વધશે

નવી દિલ્હી, રશિયા – યુક્રેન યુદ્ધના કારણે દરેક કોમોડિટીના ભાવ વધી જ ગયા છે. હજુ પણ આવશ્યક કોમોડિટી મોંઘી થઈ રહી હોવાથી હ્લસ્ઝ્રય્ કંપનીઓએ ટૂંક સમયમાં ૧૦થી ૧૫ ટકા ભાવવધારો કરવાનો ર્નિણય લીધો છે. ઘઉં, પામ તેલ અને પેકેજિંગ મટિરિયલના ભાવ વધવાથી હ્લસ્ઝ્રય્ કંપનીઓ ભાવવધારાનો વધુ એક રાઉન્ડ લાવી રહી છે.

છેલ્લા કેટલાક સમયમાં ક્રૂડ ઓઈલ, તમામ પ્રકારના ખાદ્યતેલ અને અનાજના ભાવ વધ્યા છે. FMCG જેવી કંપનીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂર પડે તો ભાવવધારો કરવા તૈયાર છે. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીઓએ ગયા સપ્તાહમાં ફુડ પ્રોડક્ટના ભાવ વધારી દીધા છે.

પારલે પ્રોડક્ટ્‌સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું કે, “અમે ઇન્ડસ્ટ્રીમાં ૧૦થી ૧૫ ટકા પ્રાઈસ વધવાની અપેક્ષા રાખીએ છીએ. ભાવમાં અત્યારે ભારે વોલેટિલિટી છે. તેથી કેટલા પ્રમાણમાં ભાવ વધશે તે કહેવું મુશ્કેલ છે. પામ ઓઈલનો ભાવ રૂ. ૧૮૦ પ્રતિ લિટર થઈ ગયો હતો જે હવે ઘટીને રૂ. ૧૫૦ પ્રતિ લિટર થયો છે. તેવી જ રીતે ક્રૂડ ઓઈલનો ભાવ પણ લગભગ ૧૪૦ ડોલર પ્રતિ બેરલ હતો જે હવે ઘટીને ૧૦૦ ડોલરની આસપાસ છે.”

આમ છતાં અગાઉ કરતા ક્રૂડના ભાવ વધારે જ છે જેના કારણે પેકેજિંગ મટિરિયલનો કોસ્ટ વધી ગયો છે. કંપનીઓ પણ મોટો ભાવવધારો કરતા ખચકાતી હતી કારણ કે કોવિડ પછી માંગ સુધરી રહી હતી અને કંપનીઓ કોઈ જાેખમ લેવા માંગતી ન હતી. મયંક શાહે કહ્યું કે, “હાલમાં બધા લોકો ૧૦થી ૧૫ ટકા ભાવવધારાની વાત કરે છે. વાસ્તવમાં ઇનપુટ કોસ્ટ તો ઘણો વધી ગયો છે. પારલે પાસે અત્યારે પેકેજિંગ મટિરિયલનો પૂરતો સ્ટોક છે તેથી થોડા સમય સુધી રાહ જાેયા પછી ભાવવધારા વિશે ર્નિણય લેશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.