Western Times News

Gujarati News

રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે ડ્રોન શો અને મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન

અમદાવાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં ૭ મી મેના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુ ને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અનેક ખાનગી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે મુખ્ય નિર્વાચીન અધિકારી કચેરી ગાંધીનગર, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રેડ એફ.એમના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રોન શોમાં ૧૦૦ જેટલા ડ્રોન થકી મતદાન જાગૃતિને લઈને વિવિધ મેસેજ આપવામાં આવ્યા હતા.

આ સાથે મ્યુઝિકલ નાઈટ તેમજ કાવ્યપઠનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સિંગર દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ સાથે મતદાન જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો હતો.

આ સાથે વિવિધ કવિ અને કવિયત્રીઓ દ્વારા પણ મતદાન જાગૃતિનો મેસેજ આપતાં કાવ્યો રજૂ કરી મતદાનનો સંદેશ અપાયો હતો. આ ઉપરાંત અમદાવાદની ફૂટબોલ ટીમ અમદાવાદ એવેંજરસના ખેલાડીઓએ દ્વારા લોકો વધુમાં વધું મતદાન કરે એ માટે મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ અવસરે સંયુક્ત નિર્વાચન અધિકારી પી.ડી. પલસાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશર સી.એમ ત્રિવેદી, અમદાવાદના અધિક ચૂંટણી અધિકારી યોગેશ ઠકકર, અમદાવાદના અધિક ચૂંટણી અધિકારી નેહાબેન ગુપ્તા તેમજ રેડ એફ.એમના આરજે દેવકી તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.