Western Times News

Gujarati News

BJP કિસાન મોરચા – સાબરકાંઠા જિલ્લા દ્વારા તલોદ મુકામે વિશાળ સમેલન યોજાયું

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) મોટી ઇસરોલ, સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવારશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના સમર્થનમાં ભારતીય જનતા પક્ષ કિસાન મોરચા – સાબરકાંઠા જિલ્લા દ્વારા ગત રોજ તલોદ મુકામે ત્રણ હજાર કિસાનોની ઉપસ્થિતીવાળું વિશાળ કિસાન સંમેલન ગુજરાત સરકારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી માન. નીતિનભાઈ પટેલ સાહેબની અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.

જેમાં શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ઉપસ્થિત રહી ચૂંટણી પ્રચાર સભામાં પ્રવચન કર્યું. આ સભામાં ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બાબુભાઇ જેબલિયા, ગુજરાત કિસાન મોરચાના અધ્યક્ષશ્રી હિતેશભાઈ પટેલ, શ્રી દિપસિંહ રાઠોડ (સાંસદશ્રી), ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી વી. ડી. ઝાલા, પૂર્વ મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ,

સાબર ડેરીના ચેરમેનશ્રી શામળભાઈ પટેલ અને સા.કા. જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી મહેન્દ્રસિંહજી રહેવર, વિસ્તારકશ્રી નરેન્દ્રસિંહ સોઢા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ, કિસાન મોરચા પ્રદેશ ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, સા.કા.બેન્કના પૂર્વ ચેરમેનશ્રી મહેશભાઈ, ડિરેક્ટરશ્રી ભોગીલાલભાઈ, મણીભાઈ,

તાલુકા/ જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પ્રાંતિજ અને તલોદ તાલુકા/ શહેર સંગઠનના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તાલુકા/ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકાના સદસ્યશ્રીઓ, વિવિધ મોરચના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ, ઉપ પ્રમુખશ્રીઓ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.