મહારાષ્ટ્રમાં શિવસેનાએ પોતાનો અલગ ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો
શિવસેનાએ ૧૦ રૂપિયામાં થાળી અને એક રૂપિયામાં સારવાર જેવી લોકલુભાવન વચનો પોતાના ઘોષણાપત્રમાં સામેલ કર્યા છે. |
મુંબઇ, શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીને લઇ પોતાનો ઘોષણાપત્ર જારી કરી દેવામાં આવ્યો છે.એ યાદ રહે કે પહેલા ભાજપ અને શિવસેના મળી ઘોષણા પત્ર જારી કરનાર હતાં પરંતુ કેટલાક વિષયો પર સહમતિ ન થવાને કારણે બંન્ને પાર્ટીઓ અલગ અલગ ઘોષણા પત્ર જારી કરશે.ત્યાબાદ નિર્ણય લેવામાં આવ્યો હતો શિવસેના એકલી જ પોતાનું ઘોષણા પત્ર જારી કરી દેશે. સુત્રના જણાવ્યા અનુસાર બંન્ને પાર્ટીઓ વચ્ચે આરે કોલોની મામલે અને નાણાર રિફાઇનરીને લઇ પરસ્પર સહમતિ બની ન હતી.આથી શિવસેનાએ અલગથી ઘોષણા પત્ર જારી કરી દીધુ છે.
ઘોષણા પત્રમાં શિવસેનાએ ૧૦ રૂપિયામાંં થાળી અને એક રૂપિયામાં સારવાર જેવી લોકલુભાવન વચનો સામેલ કર્યા છે. આ ઉપરાંત આરે કોલોનીને વન ક્ષેત્ર જાહેર કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે. ઘોષણાપત્રના મુખ્ય પાનાના પર પાર્ટીના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરે અને વર્તમાન પાર્ટી પ્રમુખ ઉદ્વવ ઠાકરેની તસવીર છે અને આર્થિક રીતે પછાત લોકોના શિક્ષણ માટે કોલેજ, દરેક જીલ્લામાં એક મહિલા બચત ઘર, કામકાજી મહિલાઓ માટે સરકારી હોસ્ટેલ ઉપરાંત રોજગાર અને આરોગ્ય સંબંધી મુદ્દાને યોગ્ય કરવાનું વચન આપવામાં આવ્યું છે.
પાર્ટી પ્રમુખ ઉદ્વવ ઠાકરે,તેમના પુત્ર અને વર્લી બેઠકના ઉમેદવાર આદિત્ય ઠાકરે પારટીના ઉપનેતા પ્રિયંકા ચતુર્વદીએ સંયુકત રીતે પાર્ટીનો ઘોષણાપત્ર જારી કર્યું હતું.મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીને લઇ આમ આદમી પાર્ટીએ પણ પોતાનો ઘોષણા પત્ર જારી કર્યું છે.અમરવિંદ કેડરીવાલના નેતૃત્વવાળી આ પાર્ટીએ ૨૪ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે આપે પોતાના ઘોષણા પત્રના માધ્યમથી મહારાષ્ટ્રને નિષ્ફળ રાજય બતાવ્યું છે અને અહીંની સમસ્યાઓના નવારણ માટે દિલ્હીનું મોડેલ લાગુ કરવાની વાત કહી છે.એ યાદ રહે કે મહારાષ્ટ્રમાંચુંટણીગરમી ખુબ તેજ થઇ ગઇ છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પણ બુલઢાણાના ચિખલીમાં ચુંટણી જાહેરસભાને સંબોધી હતી.