Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરઃ સોમવારથી પોસ્ટ પેઇડ સેવા શરૂ કરાશે

મોબાઇલ સેવા શરૂ કરવાની જાહેરાત બાદ સ્થાનિક લોકોને મોટી રાહત: મોબાઇલ ઇન્ટરનેટ હાલ બંધ રાખવા નિર્ણય

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ધીમી ધીમે સામાન્ય બની રહી છે. રાજ્ય વહીવટીતંત્ર દ્વારા સોમવારથી હવે પોસ્ટપેઈડ મોબાઈલ સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સોમવારના દિવસે બપોરના ૧૨ વાગ્યાથી પોસ્ટપેઈડ મોબાઈલ સેવા ફરી શરૂ કરી દેવામાં આવશે. રાજ્યમાં કલમ ૩૭૦ની નાબુદી બાદ કઠોર ધારાધોરણ અમલી કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે મોબાઈલ સેવા પણ બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે. જેના કારણે જરૂરી સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. કલમ ૩૭૦ અને કલમ ૩૫-એને દુર કરવામાં આવ્યા બાદ મોબાઈલ અને ઈટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ હળવી બનતા કઠોર નિયમોને દુર કરવામાં આવી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે કહ્યુ હતુ કે શ્રીનગરમાં આજે પત્રકાર પરિષદનુ આયોજન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે મોબાઇલ સેવા શરૂ કરવામાં આવી રહી છે. સેવા સોમવારના દિવસે શરૂ કરી દેવાશે. જો કે રાજ્યમાં પોસ્ટ પેઇડ સેવા પર રોકને હાલમાં દુર કરવામાં આવી રહી છે.

પ્રીપેઇડ સેવા પર મોડેથી નિર્ણય કરવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે પોસ્ટપેઇડ મોબાઇલ પર કોલિંગની સુવિધા હાલમાં આપવામાં આવનાર છે. જો કે મોબાઇલ ઇન્ટરનેટ સેવા માટે લોકોને હજુ રાહ જાવાની ફરજ પડશે. કાશ્મીર ખીણમાં આશરે ૬૬ લાખ મોબાઈલ ધારકો છે. જેમાંથી ૪૦ લાખ લોકો પોસ્ટપેઈડ મોબાઈલ યુઝર્સ છે. હાલમાં જ સરકારે પ્રવાસીઓની અવરજવર ઉપર મુકવામાં આવેલી રોકને પણ દુર કરી દીધી હતી. શરૂઆતમાં પોસ્ટપેઈડ મોબાઈલ સેવા શરૂ કરવામાં આવશે. પ્રિપેઈડ મોબાઈલ સેવા મોડેથી શરૂ કરવામાં આવશે.

પોસ્ટપેઈડ મોબાઈલ સેવા માટે લોકોને જરૂરી વેરિફિકેશન કરવાની જરૂર રહેશે. પ્રવાસીઓ સાથે જોડાયેલા સંગઠનોના કહેવા મુજબ મોબાઈલ ફોન સેવા શરૂ કરવામાં આવ્યા બાદ યાત્રીઓની સાથે સાથે પ્રવાસીઓને રાહત થશે. લેન્ડલાઈન સેવા આંશિક રીતે ૧૭મી ઓગસ્ટના દિવસે શરૂ કરી દેવામાં આવી હતી. ચોથી સપ્ટેમ્બર સુધી આશરે તમામ ૫૦ હજાર લેન્ડલાઈનોને શરૂ કરી દેવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં દુરસંચાર વ્યવસ્થા ફરી શરૂ કરી દેવામાં આવી છે. ઓગસ્ટના મહિનામાં જ આ સેવા શરૂ કરી દેવામાં આવી હતી. દુરઉપયોગ બાદ મોબાઈલ પર ઈટરનેટ સેવા ૧૮મી ઓગસ્ટ સુધી રોકી દેવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.