અન્ય સ્ત્રી સાથેના સંબંધને કારણે મહિલાએ આપઘાત કર્યો હતો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Dead-1.jpg)
સુરત, શહેરના મોટા વરાછા વિસ્તારની ગોપીનાથ સોસાયટીમાં દોઢ વર્ષ અગાઉ એક સંતાનની માતા દ્વારા અનાજમાં નાંખવાની દવા ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. જેમાં હકીકતમાં પતિના પરસ્ત્રી સાથેના સંબંધોની જાણ થઈ જતા પત્નીએ આપઘાત કરી લીધો હતો.
જાેકે, તે સમયે પતિએ કામ ધંધો ચાલુ ના થાય તો ગામડે જતા રહેવાનું કહેતા પત્નીને માઠું લાગી આવતા આપઘાત કર્યો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. આ સમગ્ર મામલે તપાસમાં હકીકત સામે આવતા પોલીસે પતિ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
મૂળ રાજકોટના જસદણ ગામના શિવરાજ પુરાના ખેડૂત મનજી પોપટભાઈ ત્રાપસિયાની પુત્રી શિલ્પાના નવેમ્બર ૨૦૦૮માં રત્ન કલાકાર ભાવેશ છગનભાઈ હિરાણી સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમ્યાન શિલ્પાબેન નવ વર્ષની એક પુત્ર હતો લગ્ન જીવનની શરૂઆતથી જ ભાવેશભાઈ શિલ્પાને માનસિક ત્રાસ આપતો હતો.
જેને કારણેશિલ્પાબેનને પોતાના પિયરમાં પતિ ભાવેશ વિરુદ્ધ વારંવાર ફરિયાદો કરી હતી. ભાવેશના પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાને લઈને ૧૪ જુલાઇ ૨૦૨૦માં શિલ્પાબેન અનાજમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ સમયે ભાવેશે કોરોનામાં કામ ધંધો બંધ હોવાનું જણાવ્યું હતુ.
જાેકે દશેક દિવસમાં ધંધો શરૂ નહીં થાય તો ગામડે જવાની વાત કરી હતી. જે વાતનું માઠું લાગી આવતા શિલ્પાબેને આપઘાત કરી લીધા હોવાની વાત તેને પરિવાર સમક્ષ કરી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં ભાવેશભાઈના અને અન્ય યુવતી સાથેના સંબંધો સામે આવ્યા હતા.
અનૈતિક સંબંધોને લઈને જલ્પાબેને આપઘાત કર્યો હોવાનું જણાઇ આવતાં પોલીસે વર્ષ બાદ પતિ ભાવેશ વિરુદ્ધ પત્નીની આપઘાત માટેની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
જાેકે, લગ્નજીવન દરમ્યાન અન્ય સ્ત્રી સાથેના સંબંધને લઇને ભાવેશનો પત્ની શિલ્પા સાથે અવારનવાર ઝઘડો કરતો હોવાનું નિવેદન શિલ્પાના પરિવારજનોએ આપ્યું હતું. જેને લઇને પોલીસે રત્નકલાકાર ભાવેશની અટકાયત કરી કોરોનાની તપાસ અર્થે મોકલી આપ્યો છે.SSS