દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮૫ નવા કેસ નોંધાયા

નવીદિલ્હી, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮૫ નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૩ લોકોનાં મોત થયાં છે. દેશમાં સક્રિય કેસો ૨૫,૦૦૦ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી ૧૮૨.૫૫ કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૪,૩૦,૧૬,૩૭૨ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી ૫,૧૬,૭૫૫ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૨૪,૭૮,૦૮૭ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૨૪૯૯ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૨૧,૫૩૦એ પહોંચી છે.
દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૫ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૨૦ ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૬,૯૧,૪૨૫ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૭૮.૫૬ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને ૦.૨૪ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૩૩ ટકા છે.
અમેરિકાના કેટલાક ભાગોમાં કોરોના વાઇરસનો મ્છ.૨ વેરિયેન્ટ કહેર વર્તાવી રહ્યો છે. હાલ અમેરિકામાં દૈનિક ધોરણે સરેરાશ ૨૮,૬૦૦ કેસ નોંધવામાં આવી રહ્યા છે. એ જાન્યુઆરીમાં નોંધવામાં આવેલા ૮,૦૦,૦૦૦ સરેરાશ કેસોથી બહુ ઓછા છે. અહીં પ્રતિ દિન ૯૦૦ કેસો છે.
અહીં અત્યાર સુધી કોરોનાથી ૧૦ લાખ કેસો નોંધાઈ રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧,૮૨,૫૫,૭૫,૧૨૬ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૨૯,૮૨,૪૫૧ લોકોને રસી આપવામાં આવી હતી.HS