ક્રેશ વિમાનનો ટૂકડો મળતા ક્રેશનું રહસ્ય વધુ ઘેરાયું

બેઈજિંગ, ચીનનું મુસાફરોને લઈને જઈ રહેલું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે મામલે અનેક એન્ગલથી તપાસ ચાલી રહી છે. આ બધા વચ્ચે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, બોઈંગ કું.૭૩૭-૮૦૦નો એક ટુકડો એવો મળી આવ્યો છે જે વિમાનનું જમીન સાથે ઘર્ષણ થયું તેના પહેલાથી જ વિમાનમાંથી તૂટીને અલગ થઈ ગયો હોય. આ ટુકડો મળી આવ્યા બાદ પ્લેન ક્રેશનું રહસ્ય વધારે ગાઢ બન્યું છે.
આ વિમાન નાકની દાંડીએ સીધું જ નીચે આવીને જમીન સાથે અથડાયું હતું. વિમાનનો એક ટુકડો જે ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સના ક્રેશ થયેલા વિમાનનો હોવાનું માનવામાં આવે છે તે મુખ્ય દુર્ઘટના સ્થળથી ૧૦ કિમી દૂરથી મળી આવ્યો હતો.
ચીનના અધિકારીઓએ ગુરૂવારે આ અંગેની જાણકારી આપી હતી. જાે તપાસકર્તાઓ એ વાત સાબિત કરી આપે કે, તે ટુકડો ક્રેશ થયેલા વિમાનનો જ છે તો હવામાં વચ્ચે જ પ્લેનના કેટલાક ટુકડા થયા હોવાની પૃષ્ટિ થશે. તેનાથી સોમવારે થયેલા પ્લેન ક્રેશનું કારણ જાણવામાં મદદ મળશે અને સાથે જ એ પણ જાણી શકાશે અંતિમ ક્ષણોમાં શું બન્યું હતું.
અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના દુર્ઘટના તપાસ મામલાઓના પૂર્વ પ્રમુખ જેફ ગુજેટીએ જણાવ્યું કે, ‘સવાલ એ છે કે, તે કયો ટુકડો છે અને ક્યારે અલગ થયો.’
ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે, ફ્લાઈટ ૫૭૩૫ કુનમિંગથી ગુઆંગઝાઉ તરફ ઉડાન ભરી રહી હતી અને પાયલોટ્સ તરફથી કોઈ ઈમરજન્સી રેડિયો કોલ નહોતો મળ્યો અને તે નીચે પહાડોમાં ક્રેશ થઈ હતી. તે વિમાનમાં ૧૩૨ લોકો સવાર હતા અને તે ગુઆંગઝાઉથી માત્ર ૧૦૦ મીલ દૂર ક્રેશ થયું હતું.SSS