Western Times News

Gujarati News

મહિલા મુસાફરની સ્ટ્રીપ-સર્ચ કરનાર મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ

ગુવાહાટી, ગુરુવારે સુરક્ષા તપાસ દરમિયાન ગુવાહાટી એરપોર્ટ પર હિપ ઈમ્પ્લાન્ટ કરાવનાર ૮૦ વર્ષીય વ્હીલ-ચેર બાઉન્ડ મહિલા મુસાફરને કથિત રીતે સ્ટ્રીપ-સર્ચ કરવામાં આવી હોવાની ફરિયાદ મળ્યા બાદ સીઆઈએસએફએ એક મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.

લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મહિલા તેની પુત્રી સાથે હતા અને તેમની દિલ્હી જવાની ફ્લાઈટ હતી. ગુવાહાટી એરપોર્ટ અને દેશના અન્ય ૬૪ સિવિલ એરપોર્ટની રક્ષા કરતા અર્ધલશ્કરી દળે સત્તાવાર ટ્‌વીટ જારી કરીને કહ્યું હતું કે જરૂરિયાતમંદ મુસાફરની સુરક્ષા અને ગૌરવ સાથે જ ચાલે છે.

સીઆઈએસએફે ગુવાહાટી ખાતેની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના સંબંધમાં તપાસ શરૂ કરી દીધી છે. એરપોર્ટ સંબંધિત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ટિ્‌વટર પર ફરિયાદીને જવાબ આપતા કહ્યું કે તેઓ પણ આની તપાસ કરી રહ્યા છે.

ફોર્સે મહિલાની પુત્રી ડોલી કિકોનને ટૅગ કરી હતી. જેણે ટિ્‌વટર પર ફરિયાદ કરી હતી અને ફોર્સના હેન્ડલ્સ અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાને ટેગ કર્યા હતા. જ્રઝ્રૈંજીહ્લૐઊજિ મારી ૮૦ વર્ષની વિકલાંગ માતાને ગુવાહાટી એરપોર્ટ પર સીઆઈએસએફ સુરક્ષા તપાસમાં ઉતારવામાં આવી હતી. સુરક્ષા કર્મચારીઓને તેમના ટાઇટેનિયમ હિપ ઇમ્પ્લાન્ટનુ પ્રૂફ જાેઈતો હતો અને તેમને કપડાં ઉતારવા દબાણ કર્યું હતું.

@himantabiswa @guwahatiplus @GuwahatiAirport.. શું આ રીતે આપણે વરિષ્ઠોની સંભાળ કરીએ છીએ. અન્ય ટિ્‌વટમાં તેમણે કહ્યું આ ઘૃણાસ્પદ છે! મારી ૮૦ વર્ષની વિકલાંગ માતાને તેના અન્ડરગાર્મેન્ટ નીચે ખેંચીને નગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું. શા માટે? શા માટે?” સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિટેક્ટરની બીપ (જે વ્યક્તિના શરીર પર ધાતુનો સંકેત આપે છે ) વાગતી હોવાથી સંબંધિત કર્મચારીઓએ મહિલાને તેના શરીરના નીચેના વસ્ત્રો નીચે ખેંચવા કહ્યું હતું.

પ્રારંભિક ઇનપુટ્‌સ મુજબ, ફરજ પરના સીઆઈએસએફ કર્મચારીઓએ આવા સંજાેગોમાં નિર્ધારિત પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાને અનુસરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ધાતુના ટુકડાનું સૂચક હોવાને કારણે તેમણે મહિલા પેસેન્જરને શારીરિક તપાસ કરાવવા અને તેમને હિપ ઇમ્પ્લાન્ટ વિસ્તાર બતાવવાનું કહ્યું જેથી કરીને તે પેસેન્જર દ્વારા સર્જરી કરાવેલ હોવાના સંસ્કરણને સમર્થન આપી શકે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.