વૈશ્વિક કારણોસર દેશમાં મોંઘવારી વધી
ઘી-દૂધ મોંઘા, સીએનજી-પીએનજી મોંઘા, પેટ્રોલ-ડીઝલ મોંઘા, શાકભાજી-મસાલા મોંઘા, સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા, ફરસાણા મોંઘા-રીક્ષાભાડા મોંઘા…. ક્યાં ક્યાં ગણતરી કરવી…
(પ્રતિનિધિ )અમદાવાદ, કોરોના અને ત્યારપછી રશિયા-યુક્રેન વચ્ચેે થયેલા યુધ્ધે સામાન્ય નાગરીકની સાથે સૌ કોઈની કમર તોડી નાંખી છે. લોકો કોરોનાને ભૂલ્યા ત્યાં યુધ્ધે પથારી ફેરવી નાંખી. મોંઘવારી વધી રહી છે. તેમાં કોઈ કશંુ કરી શકે તેમ નથી. બધી ચીજવસ્તુઓના ભાવ વધવા લાગ્યા છે. પેેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે.
દૂધ-દહીં છાશ મોંઘા થયા, શાકભાજી ઉનાળોે આવતા જ મોંઘા થયા, મસાલા મોંઘા થતા તેલના ભાવમાં ઉછાળા આવી રહ્યા છે. પરિણામે ફરસાણ પણ મોંઘા થયા. દૂધ મોંઘુ થતાં તેને આનુષંગિક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે.
સીએનજી, પીએનજી ગેસના ભાવ વધતા રીક્ષાભાડા માંઘા થયા. પીએનજીના ભાવ વધતા ગૃહિણીઓેને રાંધવુ ભારે પડી રહ્યુ છે. મોંઘવારીનો ગ્રાફ ધીમે ધીમે ઉંચે જઈ રહ્યો છે. ખાનગી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓના પગાર વધતા નથી તેનાથી ઝડપે મોંઘવારી વધી રહી છે.
આગામી દિવસોમાં સિઝનમાં ભરવાના ઘઉં-ચોખાના ભાવમાં વધારો આવે તો નવાઈ પામશો નહી. ભારતના ઘઉંને આંતરરાષ્ટ્રીય બજાર આ વખતે મળી શકે છે. બીજી તરફ પેકીંગમાં નાસ્તાનું વેચાણ કરતી એફએમજી સેક્ટરની કંપનીઓ ભાવવધારો કરશે એ નક્કી મનાય છે.
સિમેન્ટ સહિતના મટીરીયલ્સના ભાવમાં વધારો થતાં હવે મકાનોની કિંમતમાં પણ ભડકો થશે. નવા ઘર ખરીદવાનું સ્વપ્ન રાખનારને ે મોટો બોજાે આવી પડશે. ટૂંકમાં કોરોના હોય કે યુધ્ધ હોય કે પછી સ્થાનિક કારણો મોંઘવારી વધી રહી છ. યુધ્ધ જાે લાંબુ ચાલ્યુ તો તેની વ્યાપક અસરો વર્તાશે એમ આર્થિક નિષ્ણાતો માની રહ્યા છે.
વિશ્વના લગભગ તમામ દેશોને અસર થઈ રહી છે. ભારત પણ તેમાંથી બાકાત રહી શકશે નહી. આગામી દિવસોમાં સામાન્ય પ્રજાને માથે મોંઘવારીનો બોજાે વધશે એવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.