Western Times News

Gujarati News

જાે લીસ્ટ મંજુર થશે તો, પોલીસ ખાતામાં એક સાથે રપ ગુજરાતી IPS ફરજ બજાવશે

પ્રથમ વખત એકસાથે રપ ગુજરાતી પોલીસ અધિકારીઓનું આઈપીએસ માટે નોમિનેશન

(એજન્સી) અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં પ્રથમ વખત એકસાથે રપ જીપીએસસી ક્લિયર કરી હોય એવા ર૦૧૧ની બેચના ડીએસપી અને ડીસીપી કક્ષાના રપ અધિકારીઓને આઈપીએસ તરીકે નોમિનેટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતી આઈપીએસ તરીકે હોય તેવી ઘટના પ્રથમ વખત ઘટી રહી છે. ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક સાથે રપ અધિકારીઓને આઈપીએસનુૃ નોમિનેશન આપવામાં આવશે.

ગુજરાત સરકારમાં હાલ ૧૬૦ જેટલા આઈપીએસ અધિકારીઓનુૃં મહેકમ છે. જેમાં નિયમાનુસાર જીપીએસસી ક્લિયર કરેલા પ૭ પ્રમોટી અધિકારીઓને નોમિનેટ કરવાના હોય છે. આ વખતેે ર૦૧૧ની બેચના ૬૦ જેટલા પ્રમોટી અધિકારીઓ છે. તેમાંથી રપ જેટલા અધિકારીઓને આઈપીએસ તરીકે નોમિનેટ કરવાની યાદી ગુજરાત સરકારના ગૃહ વિભાગને મોકલવામાં આવી છે. જાે કે હજુ કેન્દ્ર સરકાર આઈપીએસ તરીકેનં નોમિનેશન ડીક્લેર કરશે ત્યારે જે સાચુ શુ છે તેની જાણ થશે.

વર્ષ ર૦૧૧ની બેચમાં ડીવાય એસપી તરીકે ભરતી થયેલા રપ જેટલાં અધિકારીઓની આઈપીએસ નોમિનેશન માટેની ક્લિયરીંગ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. આવનારા સમયમાં એકસાથે રપ થી વધુ ગુજરાતી અધિકારી આઈપીએસ તરીકે ફરજ બજાવશે.

ગાંધીનગરના ડીએસપી મયુર ચાવડા અને ઉષા રાડાને આઈપીએસનુૃ નોમિનેશન આપ્યા બાદ લાંબા સમયથી પ્રમોટી અધિકારીઓને નોમિનેશન આપવામાં આવ્યુ નહોતુ. જેના કારણે ઘણા સમયથી અધિકારીઓમાં નારાજગી હતી. પરંતુ શિસ્તબધ્ધ ડીપાર્ટમેન્ટના કારણે કોઈ અધિકારીઓ બોલી શકતા નહોતા.

જેમના નામ મોકલાયા છે તેમાં અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપી હર્ષદ પટેેલ, ઝોન-૪ ડીસીપી રાજેશ ગઢીયા, ઝોન-ર ડીસીપી વિજય પટેલ, એસઓજી ડીસીપી મુકેશ પટેલ, ટ્રાફિક ડીસીપી તેજસ પટેલ અને રાહુલ પટેલ, પન્ન મોમાયા સહિતના અધિકારીઓનો સમાવેશ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.