પ્રિયંકા ચોપડા ઓસ્કર પ્રી ઇવેન્ટમાં બની દેશી ગર્લ
મુંબઇ, બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા ભલે હવે ઇન્ટરનેશનલ સ્ટાર બની ગઇ છે. પરંતુ તેનું દેસીપણું હંમેશા તેના દિલમાં રહે છે. એકવાર ફરી પ્રિયંકા ચોપડાએ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભારતીય પરિધાન પહેરીને દેશના લોકોનું દિલ જીતી લીધું છે. તે ઓસ્કરના પ્રી ઇવેન્ટમાં બ્લેક કલરની સાડી પહેરી પહોંચી.
ઇવેન્ટમાં પહોંચતાં જ બધાની નજર તેમના પર ટકેલી છે. આ ઇવેન્ટની તસવીરો પ્રિયંકા ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે. આ તસવીરોમાં તેમનો અંદાજ એટલો ખાસ છે કે લોકો ફીદા થઇ રહ્યા છે. ફોટામાં પ્રિયંકા ચોપડા બ્લેક કલરની સાડીમાં ટ્યૂબ સ્ટાઇલનો બ્લાઉઝ પહેર્યા બાદ સુંદર જાેવા મળી રહી છે. લોકો અહીં કોમેન્ટમાં પ્રિયંકાના હુસ્નનો કાળો જાદૂ કહીને પ્રશંસા કરી રહ્યા છે.
પ્રિયંકાના આ ફોટામાં તેમણે જે પ્રકારે કેમેરા તરફ જાેઇને પોઝ આપ્યા છે, એવું લાગી રહ્યું છે કે તે આંખો વડે ફેન્સને ઘાયલ કરવાના ઇરાદામાં છે. પ્રિયંકા ચોપડાએ પ્રી-ઓસ્કાર ઈવેન્ટમાં પોતાના મધરહૂડ એક્સપીરિયન્સ પર વાત કરી, જેને સાંભળીને સોશિયલ મીડિયા પર લોકો તેના વખાણ કરતાં થાકતા નથી. પ્રિયંકાની ખિલખિલાતી સ્માઇલ તેની સુંદરતામાં વધારો કરે છે.
આ તસવીરમાં તેની સ્ટાઇલ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પ્રિયંકાએ અહીં ઘણા સેલેબ્સ સાથે પોઝ આપ્યા છે. આ તમામ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.SSS