Western Times News

Gujarati News

WIRC દ્વારા બે દિવસીય “રિજનલ કોસ્ટ કન્વેન્શન 2022”નું આયોજન

ડબલ્યુઆઈઆરસી દ્વારા “ઈમર્જીંગ ટ્રેન્ડ્સ ઈન સ્ટ્રેટેજીક કોસ્ટ મેનેજમેન્ટ ઈન ગ્લોબલ ઈકોનોમીક ઈરા” પર બે દિવસીય રીજનલ કોસ્ટ કન્વેન્શન 2022નું આયોજન

અમદાવાદ, ઈન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાની વેસ્ટર્ન ઈન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) દ્વારા બે દિવસીય “રિજનલ કોસ્ટ કન્વેન્શન 2022”નું ગુજરાતના ગાંધીનગર સ્થિત નારાયણી હાઈટ્સ, ખાતે શનિવાર 26 અને રવિવાર 27મી માર્ચ 2022ના રોજ આયોજન કર્યું હતું. કોસ્ટ કન્વેન્શનની થીમ “વૈશ્વિક આર્થિક યુગમાં વ્યૂહાત્મક ખર્ચ વ્યવસ્થાપનમાં ઉભરતા પ્રવાહો” (Emerging trends in Strategic Cost Management in Global Economic Era). છે.

આ કન્વેન્શનના મુખ્ય અતિથિ ગુજરાત સરકારના ઉદ્યોગ, કુટીર અને સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ, કો-ઓપરેશન ફોરેસ્ટ વગેરેના માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ ઈશ્વરભાઈ વિશ્વકર્મા હતાં.

આ કોસ્ટ કન્વેન્શનનું આયોજન સંસ્થાના પ્રમુખ સીએમએ પી. રાજુ ઐયર, સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ સીએમએ વિજેન્દર શર્મા, WIRCના ચેરમેન સીએમએ દિનેશ કુમાર બિરલા અને WIRCના વાઇસ પ્રેસિડેન્ટ સીએમએ શ્રીરામ એન. મહાનકલીવાના સક્ષમ નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાત કરતાં શ્રી દિનેશ બિરલા-ચેરમેન WIRC-ICAI-અમદાવાદ જણાવે છે કે “અમે બે દિવસીય કોસ્ટ કોન્ક્લેવનું 26 અને 27 માર્ચના રોજ આયોજન કર્યું છે જેથી કોસ્ટ કંટ્રોલ અને રિડક્શન ટેક્નીક્સને પ્રમોટ કરી શકાય. આના થકી પ્રોસેસ ઓપ્ટીમાઈઝેશન એન્ડ વેસ્ટેજ એલીમીનેશન તથા પ્રોડક્ટીવીટી ઈમ્પ્રુવમેન્ટમા મદદ મળશે. આ અમારી પ્રોડક્ટ્સને આર્થીક રીતે સદ્ધર બનાવશે. કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ્સ સ્મોલ એન્ડ મિડિયમ સાઈઝ બીઝનેસીસને ખર્ચમાં બચત કરવામાં મદદ કરશે.”

સીએમએ રાજેન્દ્ર રાઠી મહામારી બાદ ઈવેન્ટનું આયોજન કરતાં તેમનો અનુભવ વર્ણવતા જણાવે છે કે આજના સેમીનાર માં 200થી વધારે લોકોએ ભાગ લીધો હતો. અને, રીલાયન્સની સીનીયર એક્ઝીક્યુટીવએ કોસ્ટ મેનેજમેન્ટમાં અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ વિશે કી નોટનું સંબોધન  ખુબ જ સુંદર રીતે કર્યું હતું

જેમાં પર્યાવરણ બચાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. રાહુલ માલીવાલ એક્સપર્ટ ફેકલ્ટીએ ભારતમાં રહેલી આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ અને ડિજીટલ તકોની પણ વાત કરી હતી. ઈન્ડસ્ટ્રી મીનીસ્ટ શ્રી જગદીશ ભાઈ વિશ્વકર્માએ પણ આ કન્વેન્શનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ આજની જરૂરીયાત છે.

આ કોસ્ટ કન્વેન્શન એચઆર, એકાઉન્ટિંગ, ઓપરેશન, પ્રોડક્શન, માર્કેટિંગ, સેલ્સ ઓફિસરો વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં વિવિધ સ્તરે કાર્યકારી અને વિભાગીય નિરીક્ષકો અને અધિકારીઓ માટે શીખવાનો ઉત્તમ અનુભવ હશે. કોસ્ટ કન્વેન્શન કોમર્સ અને મેનેજમેન્ટ સેક્ટરના રિસર્ચ સ્કોલર અને મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામના તાલીમાર્થીઓ માટે પણ ઉપયોગી બનશે.

આ કાર્યક્રમમાં ઘણા નિષ્ણાતો, પ્રોફેશન્લો અને મુખ્ય વક્તાઓ હશે, તેઓ તેમના અનુભવ રજૂ કરશે અને કોર્પોરેટ વર્લ્ડની સ્ટ્રેટેજિકલ અને ઓપરેશનલ પ્રવૃત્તિઓમાં નિયમિતપણે કોસ્ટના મેનેજમેન્ટના મહત્વ વિશે, નિર્ણય લેવામાં સમર્થન વિશે સહભાગીઓને માર્ગદર્શન પુરું પાડશે. વિવિધ રિયલ કેસ સ્ટડીઝ અને ભવિષ્યમાં તેની અસરોની પણ ચર્ચા કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.