Western Times News

Gujarati News

આ વખતે ઈદમાં સલમાનખાનની નહીં, ટાઈગર શ્રોફની ‘હીરોપંતી-૨’ રિલીઝ થશે

મુંબઈ, ઈદના દિવસે સલમાનખાન પોતાની નવી ફિલ્મ હજુ રિલીઝ કરતો હોય છે, પણ આ વખતે ઈદ પર પોતાની નવી ફિલ્મ ‘હિરોપંતી-૨’ રિલીઝ કરવા માટે ટાઈગર શ્રોફ ઉત્સુક છે.તે કહે છે, આ તકે મને મોટા શૂઝ પહેર્યાની લાગણી થાય છે. તે અનુભવે છે કે તેના ખભા પર મોટી જવાબદારી આવી પડી છે.

ઈદ પર ‘હીરોપંતી-૨’ની રિલીઝને લઈને એકશન એકટર ટાઈગર શ્રોફે જણાવ્યું હતું કે ‘હીરોપંતી-૨’ મારી પ્રથમ એવી ફિલ્મ છે જે ઈદના તહેવારમાં રિલીઝ થાય છે. આ તહેવારમાં મોટેભાગે સલમાન સરે તેમની મોટાભાગની બ્લોક બસ્ટર ફિલ્મ રિલીઝ કરી છે.

હું માનું છું કે આ મોટી જવાબદારી છે પણ હું જાેઉં છું કે બધાનો પ્રેમ મારા તરફ આવી રહ્યો છે ત્યારે હું રાહત અનુભવું છું. હું કૃતજ્ઞતા અનુભવું છું. હાલ તો ઈદના તહેવારમાં સલમાનની કોઈ ફિલ્મ રજૂ નથી થઈ રહી. ‘હીરોપંતી-૨’માં ટાઈગરની સાથે નવાઝુદીન સિદીકી, તારા સુતરીયા ચમકી રહ્યા છે. વર્ષ ૨૦૧૪ની હીટ ફિલ્મ ‘હિરોપંતી’ થી ટાઈગરે અભિનયની શરૂઆત કરી હતી. ટાઈગરની ‘હિરોપંતી-૨’ ઉપરાંત ‘ગણપત’, ‘બાગી-૪’ આ વર્ષે રિલીઝ થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.