Western Times News

Gujarati News

ભારતની સ્થિતિ ‘અસંતોષજનક’ રહી છે પરંતુ આ સંપૂર્ણપણે આશ્વર્યજનક પણ નથી: અમેરિકા

વૉશિંગ્ટન, યુક્રેન સંકટ દરમિયાન અમેરિકા તરફથી સતત ભારતને ઘેરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને ભારતને લઈને અલગ અલગ સ્તરે નિવેદનબાજી કરવામાં આવી રહી છે. હવે અમેરિકાના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે પણ ભારત સામે નિવેદન આપ્યુ છે અને યુક્રેન પર ભારતના પગલાંને ‘અસંતોષજનક’ ગણાવી દીધુ છે.

વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે યુક્રેન સંકટ પર સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની સ્થિતિ ‘અસંતોષજનક’ રહી છે પરંતુ રશિયા સાથે પોતાના ઐતિહાસિક સંબંધોને જાેતા એ ‘આશ્વર્યજનક’ પણ નહોતુ.

વ્હાઈટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં ઈંડો-પેસિફિકના નિર્દેશક મીરા રેપ-હુપરે વૉશિંગ્ટનના સ્કૂલ ઑફ એડવાંસ્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ ઈન્ડિયા દ્વારા આયોજિત એક ઑનલાઈન ફોરમને જણાવ્યુ કે રશિયા સાથે ઘનિષ્ઠ સંબંધો ચાલુ રાખવા માટે ભારતને વિકલ્પોની જરુર છે. તેમણે કહ્યુ કે, ‘મને લાગે છે કે આપણે નિશ્ચિત રીતે સ્વીકારીશુ અને સંમત થઈશુ કે જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં વોટની વાત આવે ત્યારે વર્તમાન સંકટ પર ભારતની સ્થિતિ ‘અસંતોષજનક’ રહી છે પરંતુ આ સંપૂર્ણપણે આશ્વર્યજનક પણ નથી.’

તેમણે કહ્યુ કે ભારતે હાલના વર્ષોમાં વૉશિંગ્ટન સાથે ઘનિષ્ઠ સંબંધો વિકસિત કર્યા છે અને ચીનને રોકવાના ઉદ્દેશયથી બનાવવામાં આવેલ ક્વાડ ગ્રુપિંગનો એક મહત્વનો હિસ્સો છે. પરંતુ મૉસ્કો સાથે ભારતના લાંબા સમયથી સંબંધ રહ્યા છે જે તેની રક્ષાના ઉપકરણોનુ એક મુખ્ય આપૂર્તિકર્તા બનેલુ છે.

તમને જણાવી દઈએ કે ભારતે યુક્રેનમાં રશિયાની કાર્યવાહીઓની નિંદા કરવાથી પરહેજ કર્યો છે અને આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વોટોમાં ભાગ ન લીધો. રેપ-હુપરે કહ્યુ કે ચીન સાથે ભારતના સંબંધ ખરાબ હોવાના કારણે ભારતને બચાવની મુદ્રામાં આવવુ પડ્યુ છે કારણકે ભારત હથિયારોને લઈને ઘણુ બધુ રશિયા પર ર્નિભર છે અને રશિયા ચીન સાથે ઘણા સારા સંબંધ ધરાવે છે માટે ભારત પાસે વિકલ્પ બચ્યા નથી.

તેમણે કહ્યુ કે, ‘મને લાગે છે કે અમારો દ્રષ્ટિકોણ એ હોવો જાેઈએ કે અમે આગળ પણ ભારત સાથે નજીકના સંબંધ જાળવી રાખીએ અને ભારત પાસે શું વિકલ્પ હોવા જાેઈએ એના પર વિચાર કરીએ જેથી ભારતને રણનીતિક સ્વાયત્તતા મળી શકે.’

યુક્રેન સંકટ શરુ થતા પહેલા જ દિલ્લીએ રશિયાની એસ-૪૦૦ વાયુ રક્ષા પ્રણાલીની ખરીદી સાથે વૉશિંગ્ટનને હેરાન કરી દીધુ હતી અને ૨૦૧૭માં અમેરિકી કાયદા હેઠળ ભારત પર અમેરિકા પ્રતિબંધ લગાવે કે ના લગાવે આને લઈને અમેરિકામાં હજુ પણ વિચાર ચાલુ છે.

અમેરિકી પ્રતિબંધોનો હેતુ પોતાના સહયોગી દેશોને રશિયાના સૈન્ય હાર્ડવેર ખરીદવાથી રોકવાનો હતો. વિશ્લેષકોનુ કહેવુ છે કે ભારત સામે કોઈ પણ પ્રતિબંધ ચીનના વધતા પ્રભાવનો મુકાબલો કરવાના ઉદ્દેશથી જાપાન અને ઑસ્ટ્રેલિયા સાથે ક્વાડ ફોરમમાં દિલ્લી સાથે અમેરિકી સહયોગને જાેખમમાં મૂકી શકે છે.

વળી, રેપ-હૂપરે કહ્યુ કે વૉશિંગ્ટન અને તેના સહયોગીઓ અને ભાગીદારોને પોતાની આપૂર્તિ શ્રૃંખલાઓ પર નજર રાખવા અને આ વિશે વિચારવાની જરુર છે જેથી તે એ દેશોની મદદ કેવી રીતે કરી શકે છે જે રશિયાની રક્ષા પ્રણાલીને બદલવા પર વિચાર કરી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.