પુત્રીના મૃતદેહને ઊંચકીને પિતા ૧૦ કીમી ચાલીને ઘરે પહોંચ્યા

છતીસગઢ, ભારતમાં અંતરિયાળ વિસ્તારોમાં ગરીબો માટે સ્વાસ્થ્ય સુવિધાની સ્થિતિ અત્યંત ખબાર છે અને તેની સાબિતી આપતો એક કિસ્સો છતીસગઢમાં બન્યો છે.
અહીંના અંતરિયાળ વિસ્તારમાં આવેલા લખનપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સુરેખા નામની સાત વર્ષની બાળકીને તાવ આવતો હોવાથી દાખલ કરવામાં આવી હતી. જ્યાં શનિવારે સવારે તેનુ મોત થયુ હતુ. તેના પિતા ઈશ્વરદાસનો આરોપ હતો કે, એક નર્સે મારી પુત્રીને ઈન્જેક્શન લગાવ્યુ હતુ અને તેના થોડા સમય બાદ તેનુ મોત થયુ હતુ. રડતા કકળતા માતા પિતાએ બાળકીના મૃતદેહને લઈ જવા માટે ડોકટર પાસે વાહનની માંગણી કરી હતી ત્યારે જવાબ મળ્યો હતો કે, અમારી પાસે વાહનની વ્યવસ્થા નથી. જાતે વ્યવસ્થા કરીને લાશ લઈ જાવ.
એ પછી બાળકીના માતા પિતા રડતા રડતા પોતાના દીકરીના મૃતદેહને ખભે ઉંચકીને ૧૦ કિલોમીટર ચાલીને પોતાના ઘરે પહોંચ્યા હતા.
ડોકટરે કહ્યુ હતુ કે, બાળકીના શરીરમાં ઓક્સિજન લેવલ ઓછુ થઈ ગયુ હતુ અને તેને પંદર દિવસથી તાવ આવતો હતો, તેને લાવવામાં આવી ત્યારે જ તે ગંભીર સ્થિતમાં હતી અને એ પછી તેની સ્થિતિ સુધરી શકી નહોતી. અમારા કેન્દ્ર પર વેન્ટિલેટર અને શબ વાહિની નથી અને તેના કારણે દર્દીઓને હેરાનગતિ થઈ રહી છે.
છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રીએ આ મામલે હોબાળો થયા બાદ નિવેદન આપ્યુ હતુ કે, બાળકીને બચાવવા માટે તમામ પ્રયત્ન કરાયા હતા. બાળકીના મૃતદેહને લઈ જવા માટે વાહન મોકલવામાં આવ્યુ હતુ પણ પરિવારજનો તે પહેલા જ નીકળી ગયા હતા.SSS