Western Times News

Gujarati News

ભગવાન શંકરને કોર્ટની નોટિસ, લોકો શિવલિંગ સાથે કોર્ટ પહોંચ્યા

રાયગઢ, છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક વિચિત્ર ઘટના જાેવા મળી હતી. હકીકતે ત્યાંની કોર્ટે ભગવાન શંકરને નોટિસ પાઠવીને હાજર રહેવા ફરમાન આપ્યું હતું. આ સાથે જ જાે કોર્ટમાં હાજરી નહીં આપે તો ૧૦ હજાર રૂપિયાનો દંડ અને બેદખલ કરવાની ચેતવણી પણ આપી હતી.

ત્યારે ભગવાન શંકરને કોર્ટમાં હાજર રહેવા ફરમાન આપવામાં આવ્યું તેને લઈ લોકો ખૂબ જ અસમંજસમાં હતા કે તેમને કોર્ટ સુધી કઈ રીતે લઈ જવા. પરંતુ મંદિર સાથે સંકળાયેલા લોકો અને ભક્તોએ તેનો અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો.

મંદિરના શિવલિંગને નાગ સહિત ઉપાડીને રીક્શા દ્વારા કોર્ટ લઈ જવામાં આવ્યું હતું. જાેકે કોર્ટમાં તહેસીલદાર હાજર ન હોવાથી ભગવાન શંકરને હાજરી આપવા માટે નવી તારીખ ૧૩મી એપ્રિલ મળી છે.

ઘટનાની વિગતો પ્રમાણે થોડા દિવસો પહેલા હાઈકોર્ટમાં ગેરકાયદેસર કબજાને લઈ અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રશાસને નોટિસ બહાર પાડી હતી. રાયગઢ શહેરના કૌવાકુંડા સ્થિત શિવ મંદિરને ગેરકાયદેસર કબજાની ફરિયાદ નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ ભગવાન શંકરના નામે હતી જેથી આ સમગ્ર પ્રકરણ ચર્ચામાં આવ્યું હતું. જાેકે કોઈએ વિચાર્યું પણ નહોતું કે, ભગવાન શંકરને ઉખાડીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નવાઈની વાત એ પણ છે કે હજુ સુધી ક્યાંયથી આ અંગે કોઈ વિરોધ નથી થયો. પરંતુ પ્રશાસનની આ હરકતને લઈ લોકો આઘાતમાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.