શહેરમાં ત્રણ યુવક અને એક યુવતિની આત્મહત્યા
ઘાટલોડિયામાં ૧૯ વર્ષના યુવકે ગળેફાંસો ખાધોઃ સરદારનગરમાં આત્મહત્યાના બે બનાવ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ગઈકાલે એક જ દિવસમાં ત્રણ યુવક અને એક યુવતિએ આત્મહત્યા કરતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે આ અંગે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ઘટનાઓ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના નારણપુરા વિસ્તારમાં શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે આવેલા અંબિકા એપાર્ટમેન્ટમાં રહેતો ૧૯ વર્ષનો યુવક દિક્ષિત કામરાજભાઈ મેણાત છેલ્લા કેટલાક દિવસથી માનસિક રીતે હતાશ જાવા મળતો હતો.
આ દરમિયાનમાં ગઈકાલે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનો આ દ્રશ્ય જાઈ કલ્પાંત કરવા લાગ્યા હતાં જેના પગલે આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતાં આ અંગે ઘાટલોડિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ સ્થળ પર આવી પહોંચી યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આત્મહત્યાનું કારણ જાણવા તપાસનીશ અધિકારી ગીરવતસિંહે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે. આત્મહત્યાનો બીજા બનાવ શાહપુર વિસ્તારમાં બન્યો હતો આ વિસ્તારમાં શાહપુર દરવાજા બહાર આવેલા રામલાલના ખાડામાં રહેતી પરિણીતા ગીતાબેન કિર્તીકુમાર જાની ઉ.વ.ર૬ ગઈકાલે રાત્રે ૯.૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે જ ગળેફાંસો ખાધો હતો.
ગીતાબેનનો મૃતદેહ લટકતો જાતા જ ભારે હોહામચી ગઈ હતી ઘટનાની જાણ માધવપુરા પોલીસને કરવામાં આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસની એક ટીમ સ્થળ પર રવાના થઈ ગઈ હતી અને ગીતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ એલ ડીવીઝનના મદદનીશ પોલીસ કમિશ્નર ડી.એસ. પટેલ કરી રહયા છે.
આત્મહત્યાનો ત્રીજા બનાવ કુબેરનગર વિસ્તારમાં બન્યો હતો જેમાં સંતરામ માર્કેટની બાજુમાં રહેતા વિજયભાઈ ઈન્દ્રકુમાર નામનો ર૧ વર્ષનો યુવક પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સરદારનગર પોલીસે વિજયભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા માટે તેના પરિવારજનોની પુછપરછ કરી હતી જાકે હજુ કોઈ કારણ જાણવા મળ્યું નથી.
ચોથો બનાવ પણ સરદારનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં જ બન્યો હતો. કુબેરનગર બંગલા એરિયામાં રહેતા ગોપાલ કિશનભાઈ નામના ૩૧ વર્ષના યુવકે પણ પોતાના ઘરમાં જ ગળફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું આ અંગે સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.