Western Times News

Gujarati News

સોલામાં સાસરીયાઓ દહેજ માટે ત્રાસ આપતાં મહીલાનો આપઘાત

 અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં કેટલાંક દિવસો અગાઉ એક મહીલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી હતી. સોલા પોલીસ દ્વારા આ બાબતની તપાસ ચાલુ જ હતી ત્યાં મહીલાના ભાઈએ બહેનને બાળકો ન હોઈ તથા પોતે વધુ દહેજ ન આપી શકતા બનેવી અસહ્ય ત્રાસ આપતો હોવાથી બહેને આપઘાતનું પગલુ ભર્યું હોવાનો આક્ષેપ કરતા સનસનાટી મચી ગઈ છે.

ઉત્તર પ્રદેશના જાલોન જીલ્લામાં રહેતા લાખનસિંગ ચૌધરીને છ બહેનો હતી સૌથી નાની બહેનને છોડી બધી જ બહેનોના લગ્ન થઈ ગયા છે તેની પાંચમા નંબરની બહેન રાની ગુડીયા દેવીના લગ્ન અમદાવાદમાં હેબતપુર ગામ નજીક ઈન્દીરાનગરમાં રહેતા ભુરેલાલ રામચરણ જારવ નામના વ્યક્તિ  સાથે થયા હતા

લાખનસિંગે લગ્ન બાબતે બહેને યથાશક્તિ દહેજ આપ્યુ હતું. લગ્નના એકાદ વર્ષ સુધી બહુ શાંત રહયા બાદ બનેવી ભુરેલાલ તથા તેના ઘરના સભ્યો ગુડીયાદેવીને શારીરિક તથા માનસિક રીતે પરેશાન કરતા હતા અને દહેજ લઈ આવવા દબાણ કરતાં હતા અવારનવાર આવા ઝઘડા થતાં લાખનસિંગ ગુડીયાદેવીને પોતાના ઘરે લઈ આવેલો ત્યારબાદ ભુરેલાલ અમદાવાદમાં મજુરી કરતો હોઈ બહેન ગુડીયાદેવી પણ અમદાવાદ ખાતે આવી ગઈ હતી.

થોડો સમય અમદાવાદ ખાતે પણ સારું ચાલ્યા બાદ એક દિવસ ગુડીયાદેવીએ ભાઈ લાખનસિંગને ‘જા મને કંઈ થઈ જાય તો ઘરવાળાને હેરાન કરતં નહીં.’ તેવો મેસેજ મોકલ્યો અને છેવટે ગત નવમી તારીખે લાખનસિંગ યુપી ખાતે પોતાના ઘરે હતો એ સમયે બનેવી ભુરેલાલે ગુડીયાદેવીએ પોતે મુજુરીએ ગયો હતો એ વખતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની જાણ કરતા લાખનસિંગ તાબડતોબ અમદાવાદ આવી પહોચ્યો હતો અને સોલા પોલીસ ખાતે બનેવી ભુરેલાલ તથા અન્યો વિરુધ્ધ બહેનને સંતાન ન હોઈ તથા દહેજના દબાણના કારણે સાસરીયાઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.