રાજ્યમાં કોરોના વાયરસના કુલ ૧૭ કેસ સામે આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં આજે કોરોનાના કુલ ૧૭ કેસ નોંધાયા છે. જે પૈકી ૨૩ દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૬૪૪ નાગરિકોએ કોરોનાને મ્હાત પણ આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૮ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧,૧૫,૩૭૨ રસીના ડોઝ અપાયા હતા.
હાલમાં કોરોનાના કુલ ૨૭૬ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૪ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૨૭૨ નાગરિકો સ્ટેબલ છે. ૧૨,૧૨,૬૪૪ નાગરિકો ડીસ્ચાર્જ પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૦,૯૪૨ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૦, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં ૨-૨ કેસ, બનાસકાંઠા, તાપી અને વડોદરામાં ૧-૧ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૨૯૬૭ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૬૫૪૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૭ વર્ષના નાગિરકો પૈકી ૨૩૫૨ અને ૭૭૫૭ ને રસીનો બીજાે ડોઝ અપાય ચુક્યો છે.
૧૨૧૯૭ ને પ્રિકોર્શન ડોઝ અને ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૭૩૫૫૭ તરૂણોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧,૧૫,૩૭૨ રસીના ડોઝ અપાઇ ચુકી છે. અત્યાર સુધીમાં ૧૦,૫૮,૩૦,૦૯૯ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS