દુનિયાનું સૌથી ટુંકું યુદ્ધ જે ફક્ત ૩૮ મિનિટ ચાલ્યું હતું!

૩૮ મિનિટના એ યુદ્ધમાં ખાલિદના ૫૦૦ સૈનિકો માર્યા ગયા, જ્યારે માત્ર એક બ્રિટિશ સૈનિક ધાયલ થયો હતો પણ મર્યો નહોતો
રશિયાએ યુક્રેન ઉપર ૨૪ ફેબ્રુઆરીએ હુમલો કર્યાે, ચાર જ દિવસમાં જ તેન સેના યુક્રેનની રાજધાની કિવની નજીક પહોંચી ગઈ, પરંતુ એ પછી દિવસો વીતતા જાય છે, પણ રશિયા કિવને કબ્જે કરી શક્યું નથી.
વીસ દિવસથી વધારે થઈ જવા છતાં હજુ યુદ્ધના નજીકમાં અંત આવે એવું લાગતું નથી. રશિયા જેવું વિશાળ સૈન્ય છતાં યુદ્ધ લાંબુ ચાલી રહ્યું છે ત્યારે જાણીને નવાઈ લાગે એવું છે કે દુનિયાનું સૌથી ટૂંકુ યુદ્ધ ફક્ત ૩૮ મિનિટ ચાલ્યું હતું !
ઝાંઝીબાર નામ તો તમે સાંભળ્યું જ હશે, તેના મસાલા આખી દુનિયામાં જાણીતા હતા. હિંદ મહાસાગરમાં આવેલો એ દેશ ભારતની જેમ જ બ્રિટનનો ગુલામ બન્યો હતો. ૧૮૯૦માં ગુલામ બનાવનારા બ્રિટને તેને ૧૯૬૩માં આઝાદી આપી હતી, પરંતુ એ આઝાદી ખાસ ટકી નહીં, બીજા જ વર્ષે એપ્રિલ ૧૯૬૪માં ઝાંઝીબારમાં બળવા થયો અને હવે એ દેશ ટાન્ઝાનિયાનો એક ભાગ બની ગયો. Zanzibar’s 38-minute war with Britain in 1896 – the shortest war in history
હમદ બિન થુવૈનીએ ૧૮૯૩થી ૧૮૯૬ સુધી ત્રણ વર્ષ ઝાંઝીબાર પર શાસન કર્યું. પરંતુ ૨૫ ઓગસ્ટ, ૧૮૯૬ના રોજ તેનું શંકાસ્પદ મૃત્યુ થયું. ત્યારબાદ થુવૈનીના ભત્રીજા ખાલિદ બિન બંધાશે પોતાને સ્વતંત્ર અને સાર્વભૌમ સુલ્તાન જાહેર કરી ઝાંઝીબારની સત્તા હસ્તગ્ત કરી લીધી હતી.
ઝાંઝીબારના સુલતાન બનવા માટે ખાલિદે હમાદ બિન યુવૈનીને ઝેર આપ્યું હોવાનું કહેવાય છે. સ્વાભાવિક છે કે બ્રિટને હમાદ બિન થુવૈનીને સત્તા સોંપી હતી, તેથી તે બ્રિટનનો કઠપૂતળી શાસક જ બની રહ્યો હતો. થુવૈની ભલે સુલતાન હતો પણ ઝાંઝીબાર પર ખરો કબજાે તો બ્રિટનનો હતો.
ખાલિદ બિન બધાંશે બ્રિટનને વિશ્વાસમાં લીધા વિના જ સુલતાન બની બેઠો તેનું એ પગલું બ્રિટનને પસંદ ન પડે એ સ્વાભાવિક છે અને તેથી જ બ્રિટનના મુખ્ય રાજદ્વારી બેસિલ કેવે ખાલિદને ઝાંઝીબારના સુલતના પદ પરથી દૂર થવાનો આદેશ આપ્યો.
ખાલિદે બેસિલ કૈવના આ આદેશની અવગણના કરી. ઉપરથી તેણે પોતાની અને મહેલની સુરક્ષા માટે ચારે બાજુ લગભગ ત્રણ હજાર સૈનિકો ગોઠવી દીધા.
જ્યારે કેવને આ વાતની જાણ થઈ ત્યારે તેણે ફરી એકવાર ખાલિદને સુલતાન પદ છોડવા કહ્યં અને ૨૬ ઓગસ્ટે બીજા દિવસે એટલે કે ૨૭મી ઓગસ્ટે સવારે ૯ વાગ્યા સુધીમાં સુલતાન પદ છોડી દઈ શરણે આવવા માટે ખાલિદને અંતિમ ચેતવણી આપી દીધઈ હતી, પરંતુ ખાલિદ સુલતાન પદ છોડવા માટે રાજી ન થયો. એ સંજાેગોમાં બ્રિટને ઝાંઝીબાર પર કબજાે કરવા માટે યુદ્ધે ચડવાનો નિર્ણય લીધો.
ઝાંઝીબાર પરનો પોતાનો કબજાે કરવા માટે બ્રિટને તેનું નૌકાદળ સજ્જ કરીને મોકલ્યું હતું. કદાચ, ખાલિદને એવી કલ્પના નહીં હોય કે તેને સુલતાન પદેથી હટાવી દેવા માટે બ્રિટન યુદ્ધે ચઢશે. ૨૭ ઓગસ્ટ, ૧૮૯૬ની સવારે બ્રિટનના નૌકાદળે તેના કાફલાનાં ૫ બ્રિટિશ રોયલ નેવી જહાજ, બે ગનબોટ, ૧૫૦ મરીન અને ઝાંઝીબારના ૯૦૦ સૈનિકો સાથે મહેલને ઘેરી લીધો.
બરાબર સવારે ૯ વાગ્યે જ્યારે ખાલિદે પદ છોડી દેવાની તથા અને મહેલ છોડવાની ના પાડી ત્યારે બ્રિટિશ સેનાએ ૯ઃ૦૨ વાગ્યે ખાલિદના સૈનિકો સાથે યુદ્ધ શરૂ કર્યું. બ્રિટિશ સૈન્યનાં જહાજાેની તોપોએ સુલતાનના મહેલ પર ભારે તોપમારો કર્યાે. આ તોપમારામાં લાકડાનો બનેલો ઝાંઝીબારના સુલતાનનો મહેલ પત્તાના મહેલની જેમ નાશ પામ્યો. મહેશ નાશ પામવા સાથે જ બ્રિટને ૯ઃ૪૦ કલાકે તોપમારો બંધ કરી દીધો.
૨૮ મિનિટના એ યુદ્ધમાં ખાલિદના ૫૦૦ સૈનિકો માર્યા ગયા, જ્યારે માત્ર એક બ્રિટિશ સૈનિક ઘાયલ થયો હતો. સારવાર મળતા એ બ્રિટિશ સૈનિકનો જીવ પણ બચી ગયો હતો.