Western Times News

Gujarati News

સાયબર ધૂતારા અટકાવો ઓનલાઈન જાગૃતિ ફેલાવો

ઓનલાઈન છેતરપિંડી વગેરે હવે રોજીંદી વાત

લોભિયા હોય ત્યાં, ધૂતારા ભૂખે ના મરે,  એ વાત સાયબર ફ્રોડ કરનારાઓએ પચાવી લીધી છે

સાયબર ફ્રોડ, ઓનલાઈન છેતરપીંડી વગેરે હવે રોજીંદી વાત બનતી જાય છે. રોજ અનેક કિસ્સા અખબારમાં વાંચવા મળે છતાં રોજે રોજ લોકો ફસાતાં જાય છે. લોકો જાગૃત હોવા છતાં ઓનલાઈન છેતરપીંડીની દુકાનો ચલાવતા ગઠીયાઓ નવા શિકારો શોધી લેતા હોય છે, કોમ્પ્યુટર વાઈરસ એટેકમાં સામાવાળાને સાંભળવા નહોતા મળતા અને લોકો ફસાતા હતા. હવે હવે આ સાયબર ચોરો લોકોને ફોન કરીને પોતાના અવાજ દ્વારા ફસાવી રહ્યા છે.

સર્ફિગ કરનાર ચતુર હોવા છતાં ફસાઈ જાય છે અને શિકાર બની જતા હોય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ વારંવાર લોકોને જાગૃત કરવા પ્રયાસ કરે છે પરંતુ ફસાનારાઓના કેસમાં યે દિલ હૈ કે માનતા નહીં જેવું છે. એમ લાગે છે કે લોકોને છેતરાવવાનો શોખ છે. લોકો સામે ચાલીને ફસાય છે એમ કહી શકાય. અનેક ઉદાહરણો એવા છે કે જેમાં હોંશિયાર લોકો પણ ફસાયેલા છે અને પૈસા ગુમાવે છે.

ઓનલાઈન છેતરપીંડી કરનારાઓ પોતાની વેબસાઈટ રાખે છે, પોતાનો મેલ આઈડી રાખે છે, શિડયુલ બેંકમાં કરન્ટ એકાઉન્ટ રાખે છે, પોતાની કંપનીના ડાયરેકટરોના અલગ ફોન નંબરો વેબ સાઈટ પર રાખે છે. મેલ આઈડી પર જવાબો આપે છે. આવું આખું રિસ્પોન્સનું નેટવૃક ઉભું કરીને છેતરપીંડીની દુકાન ઉભી કરે છે.

જે લોકો ઓનલાઈન છેતરપીંડીની દુકાનોના ભોગ બન્યા હોય છે તે બેંક એકાઉન્ટ વગેરે ચેક કરીને ભરોસો મુકવા લાગે છે. એકાદ ડિલીંગ વ્યવસ્થિત થયા પછી તેને છેતરવાનું કામ શરૂ કરાય છે.

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે એ વાત સાયબર ફ્રોડ કરનારાઓએ પચાવી લીધી છે. લોકોને ઓનલાઈન લાલચ આપીને ટ્રેપમાં ફસાવાય છે. હવે તો આ લોકો ધંધો કરવા ઈચ્છતા લોકોને લોન પણ અપાવે છે. એક વાર સર્ફીંગ કરનાર લાલચ બતાવે છે કે તરતજ તેની આસપાસ સાયબર ધૂતારા ગોઠવાઈ જાય છે.

સર્ફીંગ કરનારા જાગૃતિ બતાવવા એમ કહે કે તમારા બોસ સાથે વાત કરાવો કે તરતજ એકાદ વ્યક્તિ સાથે વાત કરાવાય છે. સર્ફીંગ કરનાર કહે કે તમારા બેંક એકાઉન્ટ નંબર આપો તો તે પણ અપાય છે. આમ કરીને ધૂતારાઓ વિશ્વાસ જીતે છે અને પછી સર્ફીંગ કરનારને ફસાવવામાં આવે છે. એકાદ બે ડિલીંગ વ્યવસ્થિત થાય છે પછી પોત એવું પ્રકાશે છે કે ઈન્ટરનેટ પર પોતાને બહુ જાગૃત હોવાનો દાવો કરનારને વટભેર છેતરી લેવાય છે.

ઈન્ટરનેટ પર એક સમયે વાઈરસ એટેકથી ચેતવાનું હતું હવે સાયબર ફ્રોડ કરનારાઓથી ચેતતા રહેવાની સલાહો અપાય છે.
લોભ અને લાલચ એવી ચીજ છે કે જે ઈન્ટરનેટ નહોતું ત્યારથી લોકોના જીવનમાં ખલનાયક બનીને કામ કરે છે. વધુ કમાવી લેવાની લાલચ અનેકને ફસાવી ચૂકી છે. શેરબજારથી માંડીને મોટા ઉદ્ય?ગો આવી લાલચમાં ફસાતા આવ્યા છે.

સરકારને એવું સજેશન કરવું છે કે સાયબર ફ્રોડ સામે દરેક રાજયો એ એકજ વેવલેન્થ પર કામ કરવું પડશે. અન્ય રાજય સંમત ના થાય તો ભાજપ શાસિત રાજયો સાયબર કાયદાના અમલીકરણ માટે એક ચેઈન સિસ્ટમ બનાવી શકે. ઉદાહરણ તરીકે ફ્રોડ કરનાર મધ્યપ્રદેશના ઈન્દોરનો હોય તો ગુજરાતમાં થતી ફરિયાદ પર તાત્કાલીક તપાસ શરૂ કરી દેવાય. જેમાં બેંકોને પણ સમાવવી જાેઈએ.

ગુજરાત અને મધ્યપ્રદેશ એમ બંનેમાં ભાજપનું શાસન છે છતાં ઈન્દોરથી સાયબર ફ્રોડ કરનારા પકડમાં આવતા નથી. જાે પાડોશી રાજયના સાયબર ફ્રોડ લોકો હાથમાં ના આવી શકતા હોય તો પછી કર્ણાટકથી ફ્રોડ કરતા લોકો કેવી રીતે હાથમાં આવી શકે ? કાયદાના હાથ લાંબા છે પરંતુ સાયબર ફ્રોડ સુધી પહોંચતા વાર લાગે છે તે પણ હકીકત છે.

ઓનલાઈન ફ્રોડ કરનારાઓ કાયદાની મર્યાદાના જાણકાર હોય છે. આ લોકો જાણે છે કે પોલીસ સ્ટેશનોમાં અરજી પર કામ ચલાવાય છે. જેમના બેંકમાં કરંટ એકાઉન્ટ હોય, જેમની વેબસાઈટ હોય, જે કંપનીના ડાયરેકટરોના ફોન નંબર હોય છતાં તેમના સુધી પહોંચતા સમય લાગે છે ત્યાં સુધીમાં ફ્રોડ કરનારા બેંક ખાતા વગેરે બંધ કરીને રફુચક્કર થઈ જાય છે. સિસ્ટમમાં ઉણપ જાેવા મળે છે એટલે ફ્રોડ કરનારાઓની હિંમત વધતી રહી છે. આ ઉણપ શોધવાનું કામ તપાસ એજન્સીઓનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.