NRI દીકરાઓએ સ્વખર્ચે બદલી ગામની શિકલ
બાડમેર, રાજસ્થાનનાં બાડમેર જીલ્લામાં આવેલાં બુઢાતલા ગ્રામ પંચાયત ચર્ચામાં છે. અહીં ગ્રામજનોએ નિર્વિરોધ એક ૮૦ વર્ષની મહિલાને સરપંચ બનાવી દીધી છે. ગ્રામીઓએ આ વિશઅવાસ બાદ મહિલાનાં દીકરાઓએ ગામની શિકલ બદલી નાંખી છે.
અહીં આશરે સવા કરોડનાં ખર્ચે એક અત્યાધુનિક પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ ગામને અનોખું બનાવવા માટે તેમાં ત્રણ ત્રણ કાર્મિક નિમવામાં આવ્યાં છે. ૮૦ વર્ષિય મહિલાને ગ્રામજનોએ નિર્વિરોધ સરપંચ બનાવી દીધી છે.
મહિલા સરપંચનાં દીકરાઓએ કાર્મિકોને વેતન પણ તેમનાં અંગત ખર્ચમાંથી આપે છે. આ થ્રણેય કાર્મિકોની જવાબદારીઓ છે તમામ ગ્રામજનોની સમસ્યાનું સમાધાન કરવું. અહી રેહનારી ૮૦ વર્ષિય નોજી દેવીનાં બે દીકરાઓ નવલ કિશોર ગોદારા અને ટીકૂ સિંહ ગોદારા એનઆરઆઈ છે.
ગ્રામીણોએ ગામનાં વિકાસ માટે નોજી દેવીનાં દીકરાઓને સરપરંચ બનાવવાની ઇચ્છા જતાવી હીત. પણ એનઆરઆઈ હોવાને કારણે બંનેએ ના પાડી દીધી હતી. જે બાદ ગ્રામજનોએ નોજી દેવીને જ સરપંચ બનાવી દીધા છે. નોજી વધુ ભણેલાં નથી.
ગ્રામીણોએ આ વિશ્વાસ જાેઇને નોજી દેવીનાં દીકરા નવલ અને ટીકૂ સિંહએ પણ નક્કી કરી લીધુ કે, ગામનાં જાેરાદર વિકાસ કરશે અને તેને સૌથી અલગ અને શ્રેષ્ઠ બનાવશે. બંનેએ પંચાયત ભવનથી લઇ ગામમાં કાયદો અને વ્યવસ્થા બધુ જ બદલી નાંખ્યું છે.
હવે ગામની આસ પાસનાં ગામથી એક બિલ્કૂલ અલગ દેખાય છે. બુઢાતલા ગ્રામ પંચાયતમાં ત્રણ કાર્મિકની ડ્યૂટી લગાવવામાં આવી છે. ત્રણ કર્મિક ૨૪ કલાક સમસ્યાનું સમાધાન કરવાં હાજર રહેશે. આ ક્રમિકોને વેતન પણ સરકારી ખર્ચામાંથી નહીં પણ પોતાનાં જ ખિસ્સામાંથી આપે છે.
ગ્રામીણોએ પંચાયત ભવનનો ફોન નંબર આપવામાં આવ્યો છે. કોઇપણ સમસ્યા હોય તો ઇમરજન્સીની સ્થિતિમાં ફોન કરી કાર્મિક મદદ માટે પોતે ઘરે પહોંચે છે.
સાથે જ ૨૪ કલાક અહીં ઇમરજન્સી સેવા માટે ગાડી તૈનાત રહે છે. ૨૦૨૦માં બની પંચાયત માટે ભવનનું નિર્માણ થવાનું હતું. જે બાદ નવલ કિશોરે સરકારી ફંડથી ભવન બનાવવાને નકારતાં પોતાનાં ખિસ્સાનાં ૧.૨૫ કરોડ રૂપિયા ખર્ચ કરી ગામનાં પંચાયત ભવન બનાવ્યું છે.
પંચાયત ભવનનાં તમામ રૂમમાં એસી લગાવવામાં આવ્યાં છે. આ ભવનમાં આશરે ૫૦૦ લોકોની ક્ષમતાનો એક મોટો હોલ પણ બનાવવામાં આવ્યા છે. આ હોલમાં મીટિંગ્સ થાય છે. આ સાથે જ અહીં આશરે ૨૦૦૦ છોડ વાવવામાં આવયાં છે.
જે ભવિષ્યમાં ગામનું વાતાવરણ સુધારશે. અને તેને ઠંડુ રાખશે. આપને જણાવી દઇએ કે, બુઢાતલા ગ્રામ પંચાયતને વર્ષ ૨૦૨૦માં ભિયાડ પંચાયતથી અલગ કરવામાં આવી. હવે અહીં સ્વતંત્ર રૂપથી ચૂંટણી થાય છે.SSS