Western Times News

Gujarati News

દેશની અદાલતોમાં ન્યાયાધીશોની જગ્યા ખાલી છે તે કેમ ભરાતી નથી?!

માનવ સન્માન, લોકશાહી અને ન્યાય એ રુલ ઓફ લો ના મહત્વના અંગો છે ચીફ જસ્ટીસ શ્રી રામના

દેશની અદાલતોમાં કરોડો કેસ પેન્ડિંગ હોવાથી ન્યાયમાં વિલંબનું સરકારે જાહેર કર્યું! તો પછી સાથે સરકારે એ કેમ જાહેર ના કર્યું કે દેશની અદાલતોમાં ન્યાયાધીશો ની જગ્યા કેટલી ખાલી છે ને કેમ ભરાતી નથી?!

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જ્યારે બીજી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે ગુજરાત હાઇકોર્ટ સહિત દેશની વિવિધ હાઇકોર્ટમાં ન્યાયાધીશ ની જગ્યા સરકાર તરફથી ઝડપથી ભરાતી નથી! ભૂતકાળમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અભિલાષાકુમારીએ જસ્ટીસ શ્રી અકીલ કુરેશી અને સુપ્રીમકોર્ટના જસ્ટિસ કે.એસ જાેસેફની નિયુક્તિ માટે વિવાદ સર્જાયો હોવાની વકીલ માં ચર્ચા શરૂ થઈ હતી

અને આવા નીડર અને કાબેલ ન્યાયાધીશોની નિયુક્તિમાં જે દેશમાં વિવાદ ઉભો થાય ત્યાં ન્યાયતંત્રની સ્વતંત્રતા પર પણ રોક લગાવતા પ્રયત્નના ભાગરૂપે જ શા માટે ન ગણાય દેશમાં રાજ્ય સરકાર ગમે તે પક્ષની હોય તેણે ન્યાયક્ષેત્રમાં હસ્તક્ષેપના કરવો જાેઈએ અને દેશની તમામ કોર્ટોમાં ખાલી જગ્યા ભરવાની કોલેજીયમ ની સ્વાયતતામાં હસ્તક્ષેપ કર્યા વગર જ રાષ્ટ્રપતિએ ન્યાયાધીશોની નિયુક્તિમાં મંજૂરીની મહોર મારવી જાેઈએ!!

અત્રે એ નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટીસ શ્રી અકીલભાઇ કુરેશીની ન્યાયિક સ્વતંત્રતા માં પણ હસ્ત્ક્ષેપ થયો હતો અને મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ પદે નિયુક્ત કરવાને બદલે ત્રિપુરા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરાવી હતી?! આ શું છે?! સમગ્ર ગુજરાત જાણે છે કે ગુજરાત હાઇકોર્ટ જસ્ટીસ અકીલ કુરેશીએ ગાંધીવાદી વિચારધારાને વરેલા ન્યાયાધીશ હતા છતાં તેમની ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ થયો એ જેની સુશિક્ષિત નાગરિકોએ ગંભીર નોંધ લેવી જાેઈએ

રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થતી વેળાએ તેમણે કહેવું પડ્યું કે બંધારણીય કોર્ટની પ્રાથમિક ફરજ નાગરિકોના મૂળભૂત અધિકારો નુ રક્ષણ કરવાનું છે ડાબી બાજુની તસ્વીરગુજરાત હાઇકોર્ટ ના પૂર્વ જસ્ટિસ અને રાજસ્થાન હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ અકીલ કુરેશીની છે.  (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

સુપ્રીમકોર્ટમાં જસ્ટિસ કે.એસ જાેસેફની નિયુક્તિમાં, જસ્ટિસ અભિલાષાકુમારીની ચીફ જસ્ટીસની નિયુક્તિમાં અને જસ્ટીસ અખિલભાઈ કુરેશીની નિયુક્તિ સરકારની ભૂમિકા શું હતી?!

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના એ કહ્યું છે કે ‘‘માનવસન્માન લોકશાહી અને ન્યાય એ રુલ ઓફ લો ના ત્રણ મહત્વપૂર્ણ અંગો છે”!! જ્યારે સુપ્રીમકોર્ટના જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે કહ્યું છે કે ‘‘અદાલતે એ સુનિશ્ચિત કરવું જાેઈએ કે નાગરિકોની આઝાદીના હનન સામે તેઓ સંરક્ષકની પ્રથમ હરોળમાં ઉભા રહે”!!

લોકશાહી દેશમાં આ ન્યાયતંત્રનું મહત્વ છે પરંતુ દેશની અદાલતોમાં ૪.૭૦ કરોડ કેસ પેન્ડિંગ છે દેશની ૨૫ હાઇકોર્ટમાં ૫૮.૯૪ લાખ કેસો પેન્ડીંગ છે અને સુપ્રીમ કોર્ટ માં ૭૦ હાજર કેસો પેન્ડીંગ હોવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે ત્યારે સરકારે એ કેમ જાહેર નથી કરતી કે દેશની અદાલતોમાં ન્યાયાધીશોની કેટલી જગ્યા ખાલી છે?!

અદાલતોમાં ન્યાયાધીશોની જગ્યા કેમ વધારે વધારતા નથી અને સરકારના કેસોમાં કેટલી મુદ્દો લેવાય છે? ફોજદારી કેસોમાં પોલીસ સમય સર સમન્સ નહી બજાવતી હોય કેટલા કેસો પેન્ડિંગ છે તમામ પક્ષકારોના નિષ્ઠાપૂર્વક પ્રયાસ વગર કેસોનો નિકાલ થઈ શકે નહીં!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.