Western Times News

Gujarati News

૩૪ વર્ષીય હર્ષા સોલંકીએ બોર્ડની પરીક્ષા આપી

અમદાવાદ, હર્ષા સોલંકી, એક એવા માતા જેમને આપણે સુપરમોમ કહી શકીએ. તે પોતાના ૧૨ અને ૬ વર્ષની ઉંમર ધરાવતા બાળકોનું ધ્યાન રાખે છે, ઘરના કામકાજ સંભાળે છે અને સાથે જ ધોરણ ૧૦ની પરીક્ષાની તૈયારી પણ કરે છે. કામની સાથે સાથે તે પ્રશ્નોના ઉત્તર પણ યાદ કરતા રહે છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં ૩૪ વર્ષીય હર્ષાના પતિનું કોરોનાને કારણે અવસાન થયું. પોતાના પતિના સ્થાને પોસ્ટ વિભાગમાં નોકરી મળે તે માટે હર્ષા ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ધંધુકામાં રહેતા હર્ષાએ વર્ષ ૨૦૦૫માં ધોરણ ૯ની પરીક્ષા આપી હતી.

તેઓ જણાવે છે કે, વર્ષ ૨૦૦૮માં મારા લગ્ન મેહુલ સાથે થઈ ગયા. તેમને પોસ્ટ વિભાગમાં નોકરી મળી હતી અને લગ્ન પછી મને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે મારે આગળ ભણવાની જરૂર છે. અમારું જીવન સારી રીતે ચાલી રહ્યુ હતું.

અમે લોકો ખુશ હતા, પરંતુ ગયા વર્ષે મેહુલના નિધનને કારણે તેનો અંત આવી ગયો. હર્ષા સોલંકીના પતિનું કોરોનાને કારણે અવસાન થયું અને તેમનો પરિવાર પણ નાણાંકીય રીતે મદદ કરી શકે તેવો સદ્ધર નથી. હર્ષા જણાવે છે કે, જ્યારે મેં પોસ્ટ વિભાગમાં મારા પતિના સ્થાને મને નોકરી આપવા બાબતે પૂછપરછ કરી તો મને જાણવા મળ્યું કે આ નોકરી માટે ઓછામાં ઓછું ધોરણ ૧૦માં પાસ હોવું જરૂરી છે. તો પછી મેં નક્કી કર્યું કે હું પરીક્ષા આપીશ જેથી મારા બાળકોને સારું ભવિષ્ય આપી શકું. જાેધપુરમાં હર્ષા સોલંકીની પરીક્ષાનું કેન્દ્ર છે.

તેઓ આ પરીક્ષામાં પાસ થવા માંગે છે. તે જણાવે છે કે, હું ઈચ્છુ છું કે કોઈ પણ પ્રકારે આ પરીક્ષા પાસ કરી શકું જેથી મને નોકરી મળી જાય. નોંધનીય છે કે હર્ષા એકમાત્ર એવા કેન્ડિડેટ નથી છે મોટી ઉંમરે પરીક્ષા આપી રહ્યા છે. ધંધુકામાં રહેતા ગ્રામ રક્ષક દળના જવાન રસીલા દુધેરિજા પણ તેમના દીકરા રાધેશ્યામની સાથે પરીક્ષા આપી રહ્યા છે.

૩૩ વર્ષીય રસીલા અમદાવાદમાં એક્ટર્નલ તરીકે પરીક્ષા આપી રહ્યા છે જ્યારે રાધેશ્યામ રેગ્યુલર વિદ્યાર્થી તરીકે ધંધુકામાં પરીક્ષા આપી રહ્યો છે. રસિલા જણાવે છે કે, મેં ૧૫ વર્ષ પછી પરીક્ષા આપવાનો ર્નિણય લીધો. મારા દીકરાએ મને પ્રોત્સાહન આપ્યું. અમે એકબીજાને પ્રોત્સાહન આપીએ છીએ. પરીક્ષા આપીશ તો મને પોલીસ વિભાગમાં કાયમી નોકરી મળી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.