Western Times News

Gujarati News

મોટા શહેરો કરતાં નાના શહેરોમાં લેપટોપ માટેની માંગમાં 36 ટકા વધારો

પ્રતિકાત્મક

ટિઅર-1 કરતાં ટિઅર-2 શહેરોમાં લેપ્ટોપ માટેની માગ 36 ટકા વધારેઃ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ

લેપ્ટોપ માટેની વર્ષ-દર-વર્ષ માગ ટિઅર-2 શહેરોમાં 28 ટકા સુધી અને ટિઅર-1 શહેરોમાં 9 ટકા સુધી વધી ટોપ-3 સૌથી વધુ સર્ચ થયેલી બ્રાન્ડ – એચપી, ડેલ અને આસુસ -કુલ માંગમાં લગભગ 70 ટકા માગ એચપી, ડેલ અને આસુસની છે

મુંબઈ,  છેલ્લાં એક વર્ષમાં લાંબા સમયથી ચાલતા વર્ક ફ્રોમ હોમ (ડબલ્યુએફએમ) અને વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ વર્ગોને પરિણામે ભારતના ટિઅર-2 શહેરોમાં લેપ્ટોપ માટેની માગ ટિઅર-1 શહેરોની માગ કરતાં વધી ગઈ છે એવું તારણ લેટેસ્ટ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ રિપોર્ટમાંથી બહાર આવ્યું છે.

જસ્ટ ડાયલના રિપોર્ટમાં તારણ રજૂ કરવામાં આવ્યું છે કે, ટિઅર-1 શહેરોની સરખામણીમાં ટિઅર-2 શહેરોમાં માગ 36 ટકા સુધી વધી છે. તેમાં સમગ્ર દેશમાં ટોપ-3 બ્રાન્ડ એચપી, ડેલ, આસુસ છે, તો દેશમાં સૌથી વધુ સર્ચ થયેલી ટોપ-10 લેપ્ટોપ બ્રાન્ડમાં લિનોવો, એસર, એપલ, એમએસઆઇ, એમઆઇ, માઇક્રોસોફ્ટ અને એવિટાએ સ્થાન મેળવ્યું છે. સમગ્ર ભારતમાં કુલ માગની લગભગ 70 ટકા એચપી, ડેલ અને આસુસની હતી.

આ ટ્રેન્ડ પર જસ્ટ ડાયલના સીએમઓ શ્રી પ્રસૂન કુમારે કહ્યું હતું કેઃ “મહામારીની શરૂઆતથી અત્યાર સુધી વર્ક ફ્રોમ હોમ (ડબલ્યુએફએમ) મોડ અને શાળાઓ વર્ચ્યુઅલ વર્ગોમાં લેવાતા લેપ્ટોપ માટેની માગમાં વધારો થયો છે. આ માગમાં સૌથી વધુ પ્રદાન ટિઅર-2 શહેરો અને નગરોએ આપ્યું છે,

જ્યાં લેપ્ટોપ માટેની માગમાં વર્ષ-દર-વર્ષ 20 ટકાનો વધારો થયો હતો. જ્યારે લેપ્ટોપ અને કમ્પ્યુટર પેરિફરલ્સ માટેની સર્ચની વાત આવે છે, ત્યારે માગમાં આ વધારો નાનાં શહેરો અને નગરોમાં ડિજિટલ સ્વીકાર્યતાનો વધારો સૂચવે છે.

વળી આ એ હકીકતનો પણ પુરાવો છે કે, ભારતના નાનાં શહેરો અને નગરોમાં પણ જસ્ટ ડાયલ સર્ચ માટે પસંદગીનું માધ્યમ બની ગઈ છે. અમે પ્લેટફોર્મ પર લેપ્ટોપના ઓફલાઇન રિટેલર્સની મોટી સંખ્યા ધરાવીએ છીએ, જે માગ મોટા પાયે ઓનલાઇન જોવા મળે છે, ત્યારે તેમની પહોંચમાં વધારો સૂચવે છે.”

સમગ્ર ભારતમાં વર્ષ-દર-વર્ષ માગની દ્રષ્ટિએ એચપી લેપ્ટોપની માગમાં 34 ટકાનો, ડેલની માગમાં 10 ટકાનો, આસુસની માગમાં 21 ટકાનો, લિનોવોની માગમાં 15 ટકાનો, એમએસઆઇની માગમાં 40 ટકાનો, એમઆઇની માગમાં 37 ટકાનો, માઇક્રોસોફ્ટની માગમાં 35 ટકાનો,

એવિટાની માગમાં 40 ટકાનો વધારો થયો છે, તો એસર અને એપલ માટેની માગ સ્થિર જળવાઈ રહી હતી. ટિઅર-1 શહેરોમાં લેપ્ટોપ માટેની વર્ષ-દર-વર્ષ માગમાં વધારો 9 ટકા થયો હતો, તો ટિઅર-2માં આ વધારો 28 ટકા હતો.

ટિઅર-1 શહેરોમાં એચપીમાં 30 ટકાનો, એમએસઆઇમાં 60 ટકાનો, એમઆઇમાં 49 ટકાનો, માઇક્રોસોફ્ટમાં 56 ટકાનો, એવિટામાં 40 ટકાનો વધારો થયો છે, ત્યારે ડેલ, આસુસ, લિનોવો, એસર અને એપલ માટેની માગ સ્થિર જળવાઈ રહી હતી. સંપૂર્ણ માગમાં ટોપ-3 બ્રાન્ડ એચપી, ડેલ અને આસુસે લગભગ 59 ટકાનું પ્રદાન કર્યું હતું.

ટિઅર-1 શહેરોમાં દિલ્હીમાં એચપી અને આસુસ માટેની 1/3 માગ જનરેટ થઈ હતી તથા ડેલ માટેની 28 ટકા માગ જનરેટ થઈ હતી. ઉપરાંત દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા અને બેંગાલુરુ અન્ય ટિઅર-1 શહેરો હતા, જ્યાં મહત્તમ માગ જનરેટ થઈ હતી.

ટિઅર-2 શહેરોમાં વર્ષ-દર-વર્ષ એચપીમાં 40 ટકાનો, ડેલમાં 32 ટકાનો, આસુસમાં 46 ટકાનો, લિનોવોમાં 32 ટકાનો, એસરમાં 9 ટકાનો, એપલમાં 11 ટકાનો, એમએસઆઇમાં 30 ટકાનો, એમઆઇમાં 28 ટકાનો અને માઇક્રોસોફ્ટમાં 24 ટકાનો વધારો થયો હતો. લેપ્ટોપ માટે મહત્તમ માગ અનુભવનાર ટોપ-10 ટિઅર-2 શહેરોમાં ચંદીગઢ, જયપુર, જમ્મુ, પટણા, વારાણસી, લખનૌ, વિજયવાડા, નાગપુર, ઇન્દોર અને કોઇમ્બતૂર સામેલ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.