Western Times News

Gujarati News

ગામની તકલીફ સાંભળવા આવેલા અધિકારીઓએ ઉભી પૂંછડીએ ‘દોડવું’ પડ્યું

અણદાપુરમાં  સગર્ભા માટે તંત્ર દ્વારા માત્ર વિવિધ યોજનાઓની વાતો કરવામાં આવી રહી છે પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી

મોડાસા, અણદાપુર ગામની પ્રાથમિક શાળા સુધી પાકો રોડ હતો, પરંતુ ત્યાંથી ગામલોકોનો વસવાટ ર.પ કિ.મી. દૂર છે ત્યાં સુધી રોડ ન હોવાથી ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડના અભાવે લોકોને ઈમર્જન્સી સમયે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

અણદાપુર ગામમાં ગર્ભવતી મહિલાને પ્રસુતિની પીડા થતાં પરિવારજનો ચિંતિત બન્યા હતાં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ અણદાપુર ગામની પ્રાથમિક શાળા સુધી પહોચી હતી પરંતુ આગળ રસ્તો ન હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ કર્મીઓ લાચાર બન્યા હતા

એક બાજુ પ્રસુતાને પીડા વધી રહી હતી આખરે પરિવારની મહિલાઓએ ન છૂટકે પ્રસુતા અને બાળકના જીવના જાેખમે ર.પ કિ.મી. સુધી ચાલીને લઈ જવાની ફરજ પડી હતી. ગ્રામજનોને રસ્તાને અભાવે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી લોકોને ભારે આક્રોશ જાેવા મળ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે ગ્રામજનોની વાચા અધિકારીઓ સુધી પહોંચતા અધિકારીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા હતા અને સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી. આવી સગર્ભા મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓની વાતો કરતું તંત્ર માત્ર વાતો જ કરતું હોય તેવું લાગી રહ્યું છે.

સગર્ભા મહિલાઓને સરકાર દ્વારા કાળજી રાખવા અંગે અધિકારીઓને સૂચનો કરે છે, પરંતુ અધિકારીઓ સગર્ભા મહિલાઓને દોડાવવા મજબુર કરતી હોય તેવું જણાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.