Western Times News

Gujarati News

દિયોદરમાં ખેડૂતોની વીજળીની માંગને વેપારીઓનું સમર્થનઃ સજ્જડ બંધ

દિયોદર, વીજ પુરવઠાને લઈ દિયોદરના વખા રર૦ કેવી સબ સ્ટેશન ખાતે છેલ્લા પ દિવસથી ખેડૂતો ધરણા પર બેઠા છે જેમાં ર૬ માર્ચના રોજ હવે ખેડૂતોને વહેપારીઓએ સમર્થન આપ્યું હતું જેમાં દિયોદર બજાર સજ્જડ બંધ પાળી વહેપારીઓએ ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો આપવાની માંગ કરી હતી.

દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતો ૮ કલાકની વીજળીની માંગને લઈ ખેડૂતો છેલ્લા પ દિવસથી ધરણા પર બેઠા છે જેમાં દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલાએ ખેડૂતોના ન્યાય માટે દિયોદર શહેરને સજ્જડ બંધ રાખવાની જાહેરાત કરતા ર૬ માર્ચના રોજ દિયોદર શહેર સજ્જડ બંધ રહ્યું હતું.

જેમાં વહેલી સવારથી વહેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા જેમાં વહેપારીઓએ નિવેદન આપતા જણાવેલ કે, ખેડૂતોને પુરતી વીજળી મળશે તો ખેડૂતો ખેતી કરી શકશે. આ વિસ્તાર સરહદી વિસ્તાર છે અને અહીં મોટાભાગે ખેતી થાય છે

જેમાં સરકાર ખેડૂતોની વેદના સાંભળે અને ખેડૂતોને પુરતી વીજળી આપે તેવી માંગ વહેપારીઓએ કરી હતી. જાેકે, બીજી તરફ દિયોદર તાલુકાના ખેડૂતોએ વહેપારીઓનો આભાર વ્યકત કર્યો હતો જેમાં વખા રર૦ કેવી સબ સ્ટેશન ખાતે ખેડૂતોના ધરણા યથાવત રહ્યા હતા જેમાં ખેડૂતોએ આંદોલનને વધુ મજબુત બનાવવા માટે તૈયારી કરી છે.

ખેડૂતોના ધરણા યથાવત રહેતા દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા અને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમના કાર્યકરો સાથે વખા સબ સ્ટેશન પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.