Western Times News

Gujarati News

પેટ્રોલ ડિઝલના ભાવ વધારા માટે યુદ્ધ તથા યુપીએ સરકાર જવાબદાર: નાણાંમંત્રી

નવીદિલ્હી, ઈંધણના ભાવ ઉપરાંત કોમોડીટીના ભાવમાં લાગેલી આગ અને ચૌતરફી ભાવવધારા- મોંઘવારીની સ્થિતિ પર આખરે મૌન તોડતા કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારામને ૧૩૭ દિવસ બાદ જે રીતે ઈંધણના ભાવમાં ફરી વધારો થઈ રહ્યો છે તેને માટે યુક્રેન યુદ્ધ તથા અગાઉની યુપીએ સરકારે જે ઓઈલ બોન્ડ ઈસ્યુ કર્યા હતા તે જવાબદાર ગણાયું હતું અને એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આ થોડા સપ્તાહની જ ચિંતા છે.

રાજયસભામાં બજેટ, ચર્ચા ૨૦૨૨નો જવાબ વાળતા સિતારામને કહ્યું કે યુક્રેન યુદ્ધનો પ્રભાવ વિશ્વના અર્થતંત્ર પર કોરોના મહામારી જેવો જ બની રહ્યો છે અને સપ્લાય લાઈનમાં વિધ્ન પેદા થયુ છે તથા જે કિંમતોની એક સાંકળ હોય છે તે પણ તૂટી છે. તેઓએ સ્વીકાર્યુ કે વૈશ્વીક રીતે ક્રુડતેલના ભાવ સતત વધી રહ્યા છે તે એક પડકાર છે છતાં સરકાર લોકો પર તેની અસર ઓછામાં ઓછી રહે તે પ્રયાસ કરી રહી છે.

ર્નિમલાના જવાબ સાથે જ રાજયસભામાં પણ આ સર્વેના બજેટને મંજુરી મળતા સંસદે પુરા બજેટને અસર કર્યુ છે અને હવે બજેટ જાેગવાઈમાં તા.૧ એપ્રિલ ૨૦૨૨થી લાગુ થઈ જશે.

ર્નિમલા સીતારામને કહ્યું કે કોવિડ મહામારીનો પ્રભાવ જે દેશના અર્થતંત્ર પર પડયો હતો છતાં પણ લોકોની ચિંતા કરતા કેન્દ્રીય બજેટમાં એક પણ નવો કર લાદવામાં આવ્યો નથી. વિશ્વના ૩૨ દેશોએ કોવિડ બાદ તેના અર્થતંત્રને પાટા પર લાવવા માટે અનેક પ્રકારના ટેક્ષ લાદયા છે પણ મારી સરકારે તેમ કર્યુ નથી.

બીજી તરફ રાજયોને પણ કેન્દ્રએ રૂા.૮.૩૫ લાખ કરોડ આપ્યા છે જે રૂા.૭.૪૫ લાખ કરોડની નિશ્ચીત રકમ કરતા વધુ છે. ર્નિમલા સીતારામને જણાવ્યું કે વિશ્વમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ મેળવનાર દેશોમાં ભારત સામેલ છે અને ૭૪.૯ અબજ ડોલરનું રોકાણ ભારતમાં આવ્યું છે.

વિજમંત્રીએ કહ્યું કે કેટલાક દિવસોથી ઈંધણના ભાવમાં વધારો થયો છે. તે એક મુખ્ય કારણ ઉપરાંત અગાઉની કોંગ્રેસ નેતૃત્વની યુપીએ સરકારે ભાવ નહી વધારવા બાદ પેટ્રોલીયમ કંપનીઓને જે ઓઈલ બોન્ડ જે ઈસ્યુ કર્યો હતો તે રૂા.૨ લાખ કરોડની રકમ આજે સરકારને ચૂકવવી પડે છે.

એક દશકા અગાઉના બોન્ડ અગાઉની ‘સબસીડી’ હતી અને ૨૦૨૬ સુધી કોઈપણ સરકાર હોય તેણે ઓઈલ કંપનીઓને આ નાણા પરત આપવા પડશે. જાે કે તેઓએ સ્વીકાર્યુ કે વાજપેયી સરકારના સમયમાં પણ આ પ્રકારે ઓઈલ બોન્ડ ઈસ્યુ થયા હતા તેનું પ્રમાણ ઓછું હતું.

તેઓએ સરકાર દ્વારા સરસાઈના નામે આડકતરી રીતે વેરા વસુલે છે તેવા આક્ષેપનો જવાબ આપતા સરકારને હેલ્થ અને એજયુકેશન સેસની કુલ રૂા.૩.૯ લાખ કરોડની રકમ મળી હતી. જેની સામે રૂા.૩.૯ લાખ કરોડનો ખર્ચ કર્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.