Western Times News

Gujarati News

પંજાબ: પાકની નુકસાનીના વળતર માટે સરકારી કર્મચારીને બંધક બનાવતાં પોલીસનો લાઠીચાર્જ

ચંડીગઢ, પંજાબમાં પહેલીવાર કોંગ્રેસને હરાવનાર આમ આદમી પાર્ટી સરકારે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે. આ દરમિયાન ૬ ખેડૂતો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ખેડૂતો કપાસના પાકના નુકસાન માટે વળતરની માંગ કરી રહયા હતા.

ભારતીય કિસાન યુનિયનના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ લંબીના નાયબ મામલતદાર અને અન્ય કર્મચારીઓને ઓફિસમાં બંધક બનાવ્યા હતા. આ પછી પોલીસે રાત્રે ૧૨વાગે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો અને નાયબ મામલતદાર અને સ્ટાફને છોડાવ્યા હતા.

પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં છ ખેડૂતો ઘાયલ થયા હતા. જેમને લંબીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, નાયબ મામલતદાર અર્જિન્દર સિંહ અને સ્ટાફ બહાર આવ્યા બાદ હવે સમગ્ર રાજયના મામલતદારો હડતાલ પર ઉતરી ગયા છે.

ખેડૂતોનો આરોપ છે કે ગુલાબી ઈયળથી નુકસાન પામેલા પાકના વળતરના મામલે મુકતસર જિલ્લાની ઉપેક્ષા કરવામાં આવી છે. મુકતસર જિલ્લામાં, મોટાભાગની કપાસની ખેતી માત્ર લંબી બ્લોકમાં જ થાય છે. ગીરદાવરીમાં લંબી બ્લોકના માત્ર છ ગામો આવરી લેવામાં આવ્યા હતા અને તેઓને પણ વળતર મળવાનું બાકી હતું. અન્ય ૩૦ ગામોનો ગીરદાવરીમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

પોલીસે બંધક નાયબ મામલતદાર અને ખેડૂતોને છોડાવ્યા, પરંતુ ખેડૂતોની હડતાળ હજુ પણ ચાલુ છે. બીકેયુએ હવે મામલતદાર કચેરી બહાર ધરણા કર્યા છે. તેઓ પોતાની વાત પર અડગ છે અને વળતરની માંગ કરી રહયા છે. બીજી તરફ મોડી રાત્રે બહાર આવતા ખેડુતોને બાનમાં લીધેલા પટવારીઓએ નેશનલ હાઇવે પર ધરણા કર્યા હતા.

હવે જિલ્લાની તમામ એસડીએમ અને મામલતદાર કચેરીના કર્મચારીઓ ખેડૂતોને બાનમાં લેવાની માંગણી સાથે હડતાળ પર ઉતરી ગયા છે. રાજયના મામલતદારો અને નાયબ મામલતદારો પણ બાદલ ગામના ગેસ્ટ હાઉસ ખાતે એકઠા થયા હતા અને અચોક્કસ મુદતની હડતાળ પર જવાની જાહેરાત કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.