ખીરી દુર્ઘટનાના મુખ્ય આરોપીના જામીન રદ કરવા માટે ભલામણ
નવી દિલ્હી, લખમીપુર ખીરી દુર્ઘટનાની તપાસ કરી રહેલી સુપ્રીમ દ્વારા નિયુક્ત રિટાયર જજાેની કમિટિએ ભલામણ કરી છે કે, મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીન રદ કરવી જાેઈએ. હાલ સોમવાર સુધી સુનાવણી મુલતવી રાખી છે તથા સોમવાર સુધીમાં બધા પક્ષોએ એસઆઈટીના રિપોર્ટ પર પોતાના જવાબ દાખલ કરવાના છે.
આ મામલે અરજદારના વકીલે કહ્યું કે, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ કરવામાં આવે કારણ કે, હાઈકોર્ટે ર્નિણય સંભળાવતી વખતે તથ્યોની અવગણના કરી હતી. તેમણે કહ્યું કે, સરકારે પણ સોગંદનામામાં કહ્યું છે કે, હાઈકોર્ટમાં આશિષ મિશ્રાના જામીનનો વિરોધ કર્યો હતો.
હકીકતમાં લખમીપુર ખીરી હિંસા કેસમાં આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાના જામીનને પડકાર આપતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના વલણ ઉપર સવાલ ઉઠાવ્યા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં એસઆઈટી અને સુપ્રીમ કોર્ટ તરફથી મોનિટરિંગ જજના રિપોર્ટમાં આશિષ મિશ્રાના જામીનને રદ કરવાની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટે સોમવાર સુધીમાં જવાબ દાખલ કરવા માટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી હવે સોમવારે થશે.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે રાજ્ય સરકારના વકીલને કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, તપાસની દેખરેખ રાખતી જીૈંઇના રિપોર્ટ આરોપીના જામીન રદ કરવાની તરફેણમાં છે. તમારો શું અભિપ્રાય છે. રાજ્ય સરકારના વકીલે કહ્યું કે, આ સબંધમાં અમે રાજ્ય સરકાર તરફથી સૂચના મળ્યા બાદ જ જણાવી શકીશું.
સુપ્રીમ કોર્ટે યુપી સરકારને લખમીપુર ખીરી મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની જમાનત રદ કરવા પર તેમનું વલણ પૂછ્યું? એસઆઈટીએ અધિક મુખ્ય સચિવને પત્ર લખીને કહ્યું હતું કે, મિશ્રાને આપવામાં આવેલ જામીનને પડકારવામાં આવે અને તેને રદ કરવામાં આવે.SSS