Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૨૩૩ નવા કેસ

નવી દિલ્હી, દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત ૧૦માં દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે.

દેશમાં ચાર દિવસથી ૧૫૦૦ કરતાં ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૩૩ નવા કેસ અને ૩૧ સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે ૧૨૫૯ નવા કેસ અને ૩૫ સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે ૧૨૭૦ નવા કેસ અને ૩૧ સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે દેશમાં ૧૪૨૧ નવા કેસ અને ૪૯ સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે ૧૬૬૦ નવા કેસ અને ૪૧૦૦ દર્દીના મોત થયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ૬૭૪ લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને ૧૪,૭૦૪ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૧,૧૦૧ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૪,૮૫,૫૩૪ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૩,૮૨,૪૧,૭૪૩ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૨૬,૩૪,૦૮૦ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું.

ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે.

દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જાેયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે.

જાેકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જાેઈએ એવી સલાહ તેમણે આપી હતી. જાેકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ત્રીજી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.