Western Times News

Gujarati News

અશોક ગેહલોતે નરેશ પટેલને કોંગ્રેસમાં ખેંચી જવા ખેલ પાડ્યો

અમદાવાદ, વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. આજકાલ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ રાજનીતિમાં જાેડાવવા અંગે ભારે ચર્ચા ચાલી રહી હતી, જેનો અંત આવ્યો છે.

નરેશ પટેલે આખરે કોંગ્રેસમાં જાેડાય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનના જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની મુલાકાત થઈ છે. જેમાં રાજનીતિમાં જાેડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નરેશ પટેલને કોંગ્રેસમાં ખેંચી જવાનો સમગ્ર ખેલ પાડ્યો છે. પ્રશાંત કિશોરની ફોર્મ્યૂલા આખરે રાહુલ ગાંધીએ સ્વીકારી છે. જેના કારણે હવે થોડા સમયમાં નરેશ પટેલ કંઈ પાર્ટીમાં જાેડાશે તેની સત્તાવાર જાહેરાત કરશે.

ગુજરાતમાં કોંગ્રેસે ભાજપને ઘેરવા એક રણનીતિ ઘડી છે અને તેના માટે પુરેપૂરું ગ્રાઉન્ડ વર્ક પણ કરી લીધું છે. ભાજપને પડકારવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક નવો જ રાજકીય દાવ ખેલ્યો છે. જે વિરોધી પક્ષોને પણ ઝટકો આપનારો છે.

નરેશ પટેલનું લાંબા સમયથી ચાલી રહેલા ચલક ચલાણાનો અંત આવી ચુક્યો છે. આજે જે પ્રકારે પત્રકાર પરિષદ યોજીને સંકેતો આપવામાં આવ્યા તે જાેતા તેઓ રાજકારણમાં જાેડાય તે તો નક્કી થઇ જ ગયું હતું. જાે કે તેઓ કયા પક્ષ સાથે જાેડાય તે મુદ્દે ભારે અવઢવ હતી.

પાટીદાર સહિત સમગ્ર ગુજરાતના લોકોમાં નરેશ પટેલ કંઈ પાર્ટીમાં જાેડાશે આ મુદ્દાએ ભારે ઉત્કંઠા જગાવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નરેશ પટેલની અગાઉ રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત થઇ હતી. જેમાં નરેશ પટેલે પોતાની તમામ માંગણીઓ રાહુલ ગાંધી સામે મુકી હતી. આ ઉપરાંત નરેશ પટેલને કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવામાં આવશે.

આ ઉપરાંત પક્ષમાં તેમની વાતને વધારે મહત્વ આપવા અંગે પણ સંમતિ સધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે રાજકારણમાં આવવાની જાહેરાત કરી ત્યારથી જ ગોપાલ ઇટાલિયા તેમને આપમાં અને હાર્દિક પટેલ તેમને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા.

પરંતુ આખરે નરેશ પટેલ હાર્દિકનો “હાથ” મજબુત કરવા માટે આવી પહોંચ્યા છે. તેઓ ચૈત્રી નવરાત્રી દરમિયાન અધિકારીક રીતે કોંગ્રેસમાં જાેડાવાની જાહેરાત કરી શકે છે. ગુજરાતમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને રાહુલ ગાંધીની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જાેડાશે.

આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી તો હાજર રહેશે આ ઉપરાંત પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે.

સુત્રો અનુસાર નરેશ પટેલની સાથે સાથે પ્રશાંત કિશોર પણ અધિકારીક રીતે કોંગ્રેસમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન જાેડાઇ શકે છે. તેઓને રાષ્ટ્રીય કોંગ્રેસના કેમ્પેઇન કમિટીના કર્તાધર્તા બનાવવામાં આવી શકે છે. જેથી રાષ્ટ્રીય સ્તરના તમામ કેમ્પેઇન પ્રશાંત કિશોર સંભાળશે. એટલે કે ગુજરાત ખાતે કોંગ્રેસનાં ચાણક્ય નરેશ પટેલ અને રાષ્ટ્રીય સ્તરે પ્રશાંત કિશોર રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.