Western Times News

Gujarati News

ભાવનગરના સથરામાં પરીક્ષા કેન્દ્રમાં મધમાખીનું ઝૂંડ આવ્યું

ભાવનગર, ગુજરાત રાજ્યમાં અત્યારે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. તાજેતરમાં પ્રાપ્ત જાણકારી અનુસાર ભાવનગરના તળાજા ખાતે સથરામાં એક પરીક્ષા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં મધમાખીઓનું ઝૂંડ ઘૂસી આવ્યુ હતું.

ચાલુ પરીક્ષામાં આ પ્રકારે મધમાખીઓ ઘુસી આવતા વિદ્યાર્થીઓમાં અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે મધમાખીઓ લગભગ ૨૫ વિદ્યાર્થીઓને કરડી ગઈ હતી, જેના કારણે તેમને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી હતી. નોંધનીય છે કે આ વિદ્યાર્થીઓએ પ્રાથમિક સારવાર મેળવ્યા પછી પરીક્ષા આપી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર આ ઘટના ભાવનગરના સથરામાં આવેલી સત્યનારાયણ સ્કૂલમાં બની હતી. એકાએક આ પ્રકારે મધમાખીઓ ત્રાટકતા શાળાનું તંત્ર પણ દોડતુ થઈ ગયુ હતું. ૨૫ જેટલા વિદ્યાર્થીઓને મધમાખીએ દંખ ભરતાં ૧૦૮ બોલાવવાની ફરજ પડી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા આ વિદ્યાર્થીઓની સારવાર કરવામાં આવી હતી. મોટાભાગના વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ હતી અને પ્રાથમિક સારવાર મેળવીને તેમણે પરીક્ષા પૂરી કરી હતી.

ચોક્કસપણે આ વિદ્યાર્થીઓએ સારવાર મેળવ્યા પછી પેપર લખ્યુ હતું પરંતુ આ સમગ્ર પ્રકરણને કારણે તેમનો ઘણો સમય બગડ્યો હતો. જે વિદ્યાર્થીઓ સાથે આ ઘટના બની હતી તેમના સિવાય અન્ય વિદ્યાર્થીઓ પણ ડિસ્ટર્બ થયા હતા. શાળાના અન્ય વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ જાેવા મળ્યો હતો.

જે શાળામાં આ ઘટના બની હતી તે સત્યનારાયણ સ્કૂલના આચાર્યએ આ મધમાખીઓનું ઝૂંડ ત્રાટકવાની ઘટનાની પૃષ્ટિ કરી છે. તેમણે પણ જાણકારી આપી છે કે ૨૫ વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી અને તેઓ ફરીથી પરીક્ષા આપવા બેસી ગયા છે.

અહીં એક વાત નોંધવા જેવી છે કે સદ્દનસીબે આ વિદ્યાર્થીઓને વધારે સમસ્યા નથી સર્જાઈ, તેમને સામાન્ય તકલીફ જ થઈ છે, જેના કારણે તેમની પરીક્ષા બગડી નથી. મધમાખીઓનું ઝૂંડ આખરે કેવી રીતે એકાએક ઘૂસી આવ્યું તે બાબતે હજી કોઈ વિગતવાર માહિતી સામે નથી આવી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.