Western Times News

Gujarati News

હાથ-પગના ટેનીંગને દુર કરવા માટે અજમાવો આ સરળ ઉપાય

તીવ્ર સૂર્યપ્રકાશના સંપર્કને કારણે આપણે ટેનિંગનો શિકાર બનીએ છીએ. આવી સ્થિતિમાં તે ચહેરાની તુલનામાં સંપૂર્ણપણે અલગ દેખાય છે. હાથ પગને ગોરા બનાવવા માટે ઘણી એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ કરી શકાય છે. બેકિંગ સોડા વિશે વાત કરીએ તો, તે આજકાલ દરેક વ્યક્તિની સુંદરતાનો મુખ્ય ભાગ બની ગયો છે

બેકિંગ સોડા ઃ ઘણી અભિનેત્રીઓ છે, જેઓ રંગને નિખારવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં જાે તમે ઈચ્છો તો, તેનો ઉપયોગ હાથ અને પગને ગોરા બનાવવા માટે કરી શકાય છે. જાેકે ધ્યાનમાં રાખો કે બેકિંગ સોડા ત્વચાને સૂકવી નાખે છે, તેથી તેને લગાવ્યા પછી મોઈશ્વરાઈઝર લગાવવાનું ભુલશો નહી.

તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરો. બીજી તરફ ખાવાનો સોડા દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે. કારણ કે તેનો ઉપયોગ ઘરના કામોમાં ઘણી રીતે થાય છે. અઠવાડિયામાં એકવાર બેકિંગ સોડાનો ઉપયોગ કરીને તમે ટેનિંગની સમસ્યાને હંમેશ માટે દૂર કરી શકો છો. આટલું જ નહી ત્વચા પણ કોમળ દેખાશે.

પેડીક્યોર અને મેનીક્યોરની સરળ રીત છે ઃ તે જરૂરી નથી કે તમે પેડીક્યોર અને મેનીક્યોર માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરો. કેટલીક વસ્તુઓની મદદથી પગ અને હાથની ગંદકી તો દૂર કરી શકાય છે. પરંતુ તે ત્વચાને પણ ગોરી બનાવશે. આ માટે સૌપ્રથમ એક ટબમાં ગરમ પાણી મૂકો અને તેમાં ૧ ચમચી શેમ્પૂ અને બેકિંગ સોડા મિક્સ કરો. જયારે બંને વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય, પછી હાથ-પગને પ મિનિટ સુધી ડૂબાડવા દો. પ મિનિટ પછી લૂફા કે સોફટ બ્રશની મદદથી હાથ અને પગને સારી રીતે સાફ કરો.

હાથ અને પગની ડાર્કનેસને દૂર કરે ઃ ઉનાળામાં લોકો હાથ-પગને બને તેટલંુ ઢાંકીને રાખે છે, પરંતુ ક્યારેક ખુલ્લા રાખવા પણ જરૂરી બની જાય છે. હાથ અને પગમાંથી હઠીલા બ્લેકહેટ્‌સ દૂર કરવા માટે સ્ક્રબનો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં બે ચમચી ખાવાનો સોડા લો અને તેમાં ટામેટાનો રસ અને ૪ થી પ ટીપાં નારિયેળ તેલ મિકસ કરો.

હવે આનાથી હાથ-પગને સારી રીતે સ્ક્રબ કરો. અઠવાડિયામાં એકવાર સ્ક્રબ કરવાની આ રીતને અજમાવી જુઓ.
બેકિંગ સોડાનોપેક અજમાવી જુઓ ઃ જાે તમારી પાસે સ્ક્રબિંગ અથવા પેડીક્યોર- મેનીક્યોર માટે સમય નથી, તો તમે પેક લગાવીને છોડી શકો છો.

આ માટે બેકિંગ સોડા અને ગુલાબજળની પેસ્ટ બનાવીને હાથ-પગ પર લાગો અને ર૦ મિનિટ સુધી રહેવા દો. ઉનાળામાં ગુલાબજળ ત્વચાને ઠંડક આપે છે. તેને ર૦ મિનિટ સુધી રાખ્યા બાદ તેને સામાન્ય ઠંડા પાણીથી ધોઈ લો. ધોતી વખતે તેને તમારા હાથથી રબ કરવાનો પ્રયાસ કરો.

બેકિંગ સોડાના ઉપયોગમાં આટલું ધ્યાન રાખો ઃ આમ તો, બેકિંગ સોડા ત્વચા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ઘણા લોકો ગોરી ત્વચા માટે તેનો ઉપયોગ કરે છે. જાેકે કેટલાક લોકોની ત્વચા શુષ્ક હોય છે. આ કિસ્સામાં ત્વચા શુષ્ક થવાની સંભાવના વધુ હોય છે. તેથી અઠવાડિયામાં માત્ર એક જ વાર તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. આ સીવાય તેને લગાવ્યા બાદ હાથ અને પગને સારી રીતે મોઈશ્વરાઈઝ કરવાનું ભુલશો નહી. આનાથી નમી જળવાઈ રહેશે અને હાથ-પગની ત્વચા નરમ દેખાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.