Western Times News

Gujarati News

મોબાઈલનો યુગ: બાળક ધીરે ધીરે સામાજિક સ્તરથી અલગ પડતું જાય છે

પ્રતિકાત્મક

બાળગીતોનું મહત્વ …

આજનો યુગ એટલે મોબાઈલનો યુગ. બાળક ધીરે ધીરે સામાજિક સ્તરથી અલગ પડતું જાય છે ,એની દુનિયા માત્ર અને માત્ર સ્ક્રીન બનતી જાય છે .આજના બાળકની જીવનચર્યા એકદમ યંત્રવત બનતી જાય છે .

શિક્ષણની સાથે એ હળવાશ અનુભવી શકે તે માટે એની આસપાસ બહુ ઓછા સ્ત્રોત .બાળકને રમત ગમતની સાથે સાથે અવનવાં બાળગીતોની સમજ આપવી જરૂરી છે જેથી એ સાહજીકતાથી પ્રકૃતિ અને પશુ -પંખીને પ્રેમ કરી શકે અને એની નજીક આવી શકે .

સાઇકલ મારી સરરર…જાય ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય … આવા કેટકેટલાય બાળગીતો જૂની પેઢી એ જરૂર ગાયા હશે ,અને મન ભરી માણ્યા હશે .

આપણાં સૌના જીવનના અને કુદરતના અલગ અલગ પાસાના તાણાવાણાને વણીને સુંદર જાેડકણાં અને ગીતોની રચના કરવામાં આવે છે ,એને બાળગીતો કહેવાય છે .

બાળગીતો બાળકની વિચારશક્તિને વિશાળ બનાવે છે …! બાળકોના ઉછેરમાં ,એના ફાળા વિષે થોડીક વાતો કરીશું બાળકોને ગમતાં રસ -ઉલ્લાસ , જ્ઞાન-ગમ્મત અને ભાવતત્વો પરના ગીતો એટલે બાળગીતો … બાળભોગ્ય ભાષાશૈલીમાં રચાયેલા કાવ્યો …જે બાળકોના મનોરંજન માટે હોય …છતાંયે એ કાવ્યો બાળકોને લય અને તાલ તો શીખવાડે જ છે ,

સાથેસાથે બાળકમાં સંસ્કારનું પણ સિંચન કરે છે . બાળક યુવાન બનીને દેશનો એક જવાબદાર નાગરિક બને ….એવા ઉમદા આશયથી કેટલાંય કવિઓએ બાળગીતો લખ્યા છે .બાળકમાં પ્રભુપ્રેમ ,દેશપ્રેમ ,વતનપ્રેમ , શાળાપ્રેમ ,માનવપ્રેમ ,પ્રકૃતિપ્રેમ તેમજ સુટેવો ના સંસ્કારનું નિરૂપણ કરવાનું કાર્ય બાળગીતો ખુબ સુંદર રીતે કરે છે .

કવિ પોતાના શબ્દોમાં બાળકની કલ્પનાને આત્મસાત કરીને ગીતો લખે છે .બાળકની વિચારશક્તિને કલ્પનાની પાંખ આપે છે .શબ્દો દ્વારા ખુલ્લા આકાશમાં ઉડવાની તક બાળકને બાળગીતો આપે છે .બાળકને ભાતૃભાવ અને વિશ્વશાંતિ નો સંદેશા પણ આપી શકાય છે .

પ્રકૃતિમાં રહેલ સુંદરતા,કોમળતા અને પ્રફુલ્લતા ને શબ્દરૂપી અને કાવ્યરૂપી દેહ એક કવિ આપીને જયારે બાળગીત લખે છે ….ત્યારે બાળકમાં ભાવનાત્મક પાસુ સબળ બને છે .

વર્ણાનુપ્રાશનું રમ્ય સંયોજન બાળકને એ ગીત યાદ રાખવામાં અને ગાવામાં સરળ બનાવે છે .બાળકને શિક્ષણની સાથે સાથે બાળગીતોની દુનિયામાં લઇ જઈ એને નિર્દોષ અને બાળસહજ ભાવ સાથે ગીતો માણતા શીખવાડીએ .

ખરેખર , બાળગીતો ,બાળઉછેરમાં મહત્વનો ભાગ ભજવે છે .બાળકના નાદાન અને પારદર્શી મનોભાવ બાળગીતોથી વધારે કોણ રજૂ કરી શકે ?????


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.