સની કૌશલે ભાભી કેટરીના કૈફે બનાવેલા હલવાના કર્યા વખાણ
મુંબઈ, વિકી કૌશલ સાથે લગ્ન થયા ત્યારથી કેટરીના કૈફ વધારે લાઈમલાઈટમાં રહે છે. ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ વિકી કૌશલ અને કેટરીના કૈફે રાજસ્થાનના સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય ખાસ મિત્રોએ પણ હાજરી આપી હતી.
કપલના લગ્નને ચાર મહિના થવા આવ્યા છે. હાલ બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે વેકેશન પર ગયા છે. કેટરીના કૈફ વિકી કૌશલના પરિવાર સાથે ખૂબ સરસ રીતે હળીભળી ગઈ છે. માત્ર સાસુ-સસરા જ નહીં પરંતુ દિયર સની કૌશલ સાથે પણ તેના સારા સંબંધો છે. સોશિયલ મીડિયા પર પણ તેની ઝલક જાેવા મળે છે.
સની કૌશલ કેટરીના કૈફ જેવી ભાભી મેળવીને ખુશ છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં એક્ટરે જમાવ્યું હતું કે, તે સારી અને પોઝિટિવ વ્યક્તિ છે. તે પરિવારમાં પોઝિટિવ એનર્જી લઈને આવી છે. પરિવારમાં નવા સભ્યનું આગમન થવું તે સારી લાગણી છે. તે ડાઉન ટુ અર્થ છે. હું જ્યારે તેને નહોતો ઓળખતો ત્યારે થતું હતું કે, અરે તે ‘કેટરીના કૈફ’ છે. પરંતુ દિવસના અંતે તો તે પણ વ્યક્તિ જ છે’.
લગ્નના બીજા જ દિવસે કેટરીના કૈફ અને વિકી કૌશલ હનીમૂન માટે માલદીવ્સ ઉપડી ગયા હતા. ત્યાંથી મુંબઈ પરત ફર્યા બાદ કેટરીનાએ પહેલી રસોઈમાં હલવો બનાવીને પરિવારને ખવડાવ્યો હતો. શું સની કૌશલે તે ટેસ્ટ કર્યો હતો કે નહીં તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે હા, મેં તે ટેસ્ટ કર્યો હતો. તેણે જ્યારે હલવો બનાવ્યો ત્યારે હું મુંબઈમાં નહોતો. પરંતુ મારા મમ્મીએ થોડો રાખી મૂક્યો હતો. તો તે ટેસ્ટી હતો’.
કેટરીના કૈફની વાત કરીએ તો, તેણે હાલમાં જ કૌશલ પરિવાર સાથે લગ્ન બાદની પહેલી હોળી મનાવી હતી. તેણે સોશિયલ મીડિયા પર પતિ વિકી કૌશલ, સાસુ વીણા કૌશલ, સસરા શામ કૌશલ અને દિયર સની કૌશલ સાથેની તસવીર શેર કરી હતી.
આ સાથે તેણે લખ્યું હતું હેપ્પી હોળી.સની કૌશલના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે ખૂબ જલ્દી ફિલ્મ હુરદંગમાં જાેવા મળવાનો છે. જેમાં નુસરત ભરુચા તેની ઓપોઝિટમાં છે. હાલ બંને ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.SSS