મેઘાણીનગરમાં બાઇક સ્લીપ ખાતા નિવૃત્ત પીએસઆઈ પુત્રનું મોત
અમદાવાદ, ઓઢવમાં રહેતા નિવૃત્ત પીએસઆઇનો પુત્ર લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ઘરે જતો હાતો. આ સમયે મેઘાણીનગરમાં બાઇક સ્લીપ ખાઇ ગયું હતું. સિવિલમાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ કેસની વિગત એવી છે કે ઓઢવમાં સીએમસી કેનાલ પાસે નેમીનાથ પાર્ક સોસાયટીમાં રહેતા અને મેઘાણીનગર પોલીસ સ્ટશેનમાંથી નિવૃત્ત થયેલા પીએસઆઇ કાંતીભાઇ રામાભાઇ નાડીયા (ઉ.વ.૬૭)ના પુત્ર કિશોરભાઇ લગ્ન પ્રસંગે જઇને ઘરે પરત આવી રહ્યા હતા આ સમયે મેમ્કો રામેશ્વર બ્રિજ ઉપર તેમનું બાઇક સ્લીપ થતાં માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.