સૌથી મોંઘી કેરીઃ ર.૭ લાખ રૂપિયા પ્રતિ કિલો આ ખેતી કરી બની શકાય છે માલામાલ

નવીદિલ્હી, ગયા વર્ષે સમાચાર આવ્યા હતા કે મધ્યપ્રદેશમાં એક દંપતીએ ભારતમાં ખૂબ જ દુર્લભ પાકની રક્ષા માટે સુરક્ષા ગાર્ડ અને કુતરાઓને તૈનાત કર્યા છે. આ કામ તેમણે આ મીયાઝાકી કેરીના પાકને બચાવવા માટે કર્યું જ મુખ્યત્વે જાપાનમાં ઉગાડવામાં આવે છે.
દંપતીએ એવું નહોતું કહયું કે તેમને ટ્રેનમાં એક વ્યકિતએ છોડના રોપા આપ્યા હતા. અમે તમને જણાવી દઈએ કે આ કેરી ભારત અને દક્ષીણ પૂર્વ એશીયામાં લોકપ્રિય કેરીની સામાન્ય અને અન્ય જાતોની તુલનામાં તેના અલગ દેખાવ અને રંગ માટે લોકપ્રિય છે. મધ્યપ્રદેશના દંપતીએ જણાવ્યું કે ફળનો રંગ રૂબી છે. આ કેરીઓનો સૂર્યના ઈડા’ જાપાનીઝમાં તાઈયો-તામાગો તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ કેરીઓ જાપાનના કયુશુ પ્રાંતની મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવ છે. તેથી જ તેને મિયાઝાકી નામ મળ્યું આ કેરીઓનું વજન ૩પ૦ગ્રામ વધુ છે અને તેમાં ખાંડનું પ્રમાણ ૧પ% કે તેથી વધુ છે. જાપાનમાં મિયાઝાકી લોકલ પ્રોડકટસ અનેન્ડ ટ્રેન્ડ પ્રમોશન સેન્ટરના જણાવ્યા અનુસાર આ કેરી એપ્રિલ અને ઓગષ્ટ વચ્ચે પીક હાર્વેસ્ટ દરમ્યાન ઉગાડવામાં આવે છે.
જાપાની મીડીયાના અહેવાલો અનુસાર મિયાઝાકી કેરી વિશ્વમાં સૌથી મોંઘી છે. અને ગયા વર્ષે આંતરરષ્ટ્રીય બજારમાં રૂ.ર.૭૦ લાખ પ્રતી કિલોના ભાવે વેચાઈ હતી. જાપાની ટ્રેડપ્રમોશન સેન્ટર અનુસાર મિયાઝાકી એ ઈવીન કેરીનો એક પ્રકાર છે. જે દક્ષીણપૂર્વ એશિયામાં વ્યાપકપણે ઉગાડવામાં આવતી પીળી ‘પેલીકન કેરી’ થી અલગ છે.
મીયાઝાકીની કેરી સમગ્ર જાપાનમાં મોકલવામાં આવે છે. અને જાપાનમાં ઓકિનાવા પછી બીજા ક્રમે સૌથી વધુ ઉત્પાદન ધરાવે છે. રેડ પ્રમોશન સેન્ટર જણાવે છે કે આ કેરીઓ એન્ટીઓકિસડન્ટોથી સમુદ્ર છે. અને તેમાં બીટા-કેરોટીન અને ફોલીક એસીડ હોય છે. જે થાકેલી આંખો માટે મદદની જરૂર હોય તેવા લોકો માટે ઉત્તમ છે.
તેઓ ઓછી દ્રષ્ટિને રોકવામાં પણ મદદ કરે છે. મિયાઝાકીમાં આ કેરીનું ઉત્પાદન ૭૦ના દાયકામાં અંતમાં અને ૮૦ના દાયકાની શરૂઆતમાં શરૂ થયું હતું. શહેરના ગરમ હવામાન લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ અને પુષ્કળ વરસાદે મિયાઝાકીના ખેડૂતો માટે કેરીની ખેતી તરફ વળેવાનું શકય બનાવ્યું છે. અહેવાલોમાં જણાવાયું છે કે તે હવે અહીનું મુખ્ય ઉત્પાદન છે.
મિયાઝાકી કેરીની નિકાસ કરતા પહેલા તે કડક તપાસ અને પરીક્ષણ કરવામાં આવે છે. જેઓ ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણને પાસ કરે છે. તેમને સૂર્યનું ઈંડા કહેવામાં આવે છે આ કેરીઓ ઘણીવાર લાલ રંગની હોય છે. અને તેનો આકાર ડાયનાસોરના ઈડા જેવા હોય છે. હવે તેમની ખેતી ભારતમાં પણ શરૂ થઈ ગઈ છ.
જાે તમારે આ કેરીઓ ઉગાડવી હોય તો તમારે પહેલા આ માહિતી એકત્રીત કરવી પડશે. જાે તમે તેમનો પાક ઉગાડશો, તો મોટો નફો થઈ શકે છે. તેમને ખાસ વાતાવરણ વગેરેની જરૂ પડશે. તમારે પહેલા આ બધી માહિતી મેળવવી પડશે.