Western Times News

Gujarati News

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન વધુ નોંધાતા લોકોએ તોબાહ પોકારી ગયા

અમદાવાદ, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ૪ ડિગ્રી જેટલું વધુ તાપમાન નોંધાતા લોકો તોબાહ પોકારી ઉઠ્‌યા છે. અમદાવાદ શહેરમાં સતત બે દિવસથી તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર રહેતા ચામડી દઝાડતી ગરમી પડી રહી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૩ દિવસ ગરમીનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે તાપમાનનો પારો ૪૨થી ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.

રાજકોટ અને અમદાવાદ આ બન્ને શહેરોમાં મહત્તમ તાપમાન ૪૨.૬ ડિગ્રી રહેતા રાજ્યના હોટેસ્ટ શહેર બન્યાં હતા, જ્યારે પાટનગર ગાંધીનગરમાં તાપમાન ૪૨.૩ ડિગ્રી નોંધાયું હતું.

આજે મંગળવારના રોજના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં હિટવેવની શક્યતા છે.

આ વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૦થી ૪૩ ડિગ્રીને આસપાસ રહેશે. મંગળવારે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરમાં તાપમાન ૪૨ ડિગ્રીને પાર પહોંચી શકે છે, તો ડીસા, વડોદરા, ભુજ, કંડલા પોર્ટ, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર અને કેશોદમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહીમાં આગામી ૨ દિવસ રાજ્યમાં હિટવેવ રહેશે. તથા સૌરાષ્ટ્ર – કચ્છ, પોરબંદર, રાજકોટ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદમાં હિટવેવની અસર દેખાશે. તેમજ હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદ શહેરમાં ૩ દિવસ યલો એલર્ટ જાેહર કરવામાં આવ્યું છે. જેમાં ઠંડા પીણા પીવું, ગરમીમાં બિનજરૂરી બહાર ન નીકળવું, શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા સૂચન કરવામાં આવ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.