Western Times News

Gujarati News

પાકિસ્તાનની મુસીબત વધારો થયો, IMFએ લોન પ્રોગ્રામ સ્થગિત કર્યો

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં રાજકીય મડાગાંઠ હવે દેશ માટે મુશ્કેલ બની રહી છે આઇએમએફે રાજકીય પરિસ્થિતિને જાેતા પાકિસ્તાન માટે લોન કાર્યક્રમ સ્થગિત કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બલી (સંસદ) ભંગ કરવાની સલાહ આપી હતી અને નવેસરથી ચૂંટણી કરાવવાની માંગણીની ભલામણ કરી હતી. રાષ્ટ્રને સંક્ષિપ્ત સંબોધનમાં, ખાને કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ અલ્વીને ‘એસેમ્બલીઓ’ ભંગ કરવાની સલાહ આપી છે.

ઇમરાનની જાહેરાતની થોડી મિનિટો પહેલાં, નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ રવિવારે ખાન સામેની અવિશ્વાસની દરખાસ્તને ફગાવી દીધી હતી અને તેને બંધારણની કલમ ૫ વિરુદ્ધ ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સોમવારે નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને બરતરફ કરવા અને ત્યારબાદ સંસદના વિસર્જનના મામલામાં સુનાવણી એક દિવસ માટે મુલતવી રાખી છે. આ કેસની સુનાવણી મંગળવારે બપોરે ૧૨ વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સોમવારે એક નોટિફિકેશન જારી કરીને કહ્યું છે કે ઇમરાન ખાન જ્યાં સુધી કાર્યપાલક વડા પ્રધાનની નિમણૂક નહીં કરે ત્યાં સુધી દેશના વડા પ્રધાન તરીકે ચાલુ રહેશે. અગાઉ, કેબિનેટ સચિવાલયે એક સૂચના જારી કરીને કહ્યું હતું કે ખાન “તાત્કાલિક અસરથી પાકિસ્તાનના વડા પ્રધાન પદેથી રાજીનામું આપે”.

જાે કે, બંધારણના અનુચ્છેદ ૯૪ હેઠળ, રાષ્ટ્રપતિ “ત્યાં સુધી તેમના અનુગામી વડા પ્રધાનનું પદ ન સંભાળે ત્યાં સુધી આઉટગોઇંગ વડા પ્રધાનને પદ પર ચાલુ રાખવા માટે કહી શકે છે”.

ઈમરાન ખાન ૨૦૧૮ માં ‘નયા પાકિસ્તાન’ બનાવવાના વચન સાથે સત્તામાં આવ્યા હતા અને હવે તેમની રાજકીય કારકિર્દીના નિર્ણાયક તબક્કે છે કારણ કે તેમની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ બહુમતી ગુમાવી છે. તેમના બે સાથીઓએ પણ સરકારને ટેકો પાછો ખેંચી લીધો અને વિપક્ષી છાવણી સાથે હાથ મિલાવ્યા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.