Western Times News

Gujarati News

ગુજરાતનો રાષ્ટ્રીય સ્તરે ડંકો: ‘PM સૂર્ય ઘર યોજના’માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાતને મળ્યા 5 રાષ્ટ્રીય પુરસ્કાર

AI Image

ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મેળવી ઐતિહાસિક સિદ્ધિ: કેટેગરી-રાજ્યોની તમામ શ્રેણીઓમાં દેશભરમાં પ્રથમ ક્રમે

ગુજરાતે ઉત્કૃષ્ટ અમલીકરણ-શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ‘પીએમ સૂર્ય ઘર એક્સેલન્સ એવોર્ડ’ મેળવવાની સાથે અન્ય ચાર મહત્વપૂર્ણ શ્રેણીઓમાં પણ દેશમાં પ્રથમ સ્થાન

પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે નેશનલ પોર્ટલ પર ૧૦.૬૬ લાખથી વધુ ગ્રાહક અરજીઓ તથા ૬.૮૧ લાખ રૂફટોપ સોલર લગાવવામાં આવ્યા

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવામાં સમગ્ર દેશમાં સોલરપવનહાઇડ્રોપાવર જેવી રિન્યુએબલ એનર્જી મહત્વનો ફાળો આપી રહી છે. જે અંતર્ગત સામાન્ય નાગરિકો પણ પોતાના ઘર ઉપર સોલર પેનલ લગાવીને પર્યાવરણની જાળવણી સાથે આર્થિક ઉપાર્જન મેળવી શકે તે માટે કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના‘ અમલી બનાવી છે.

 આ યોજનામાં ગુજરાતે ફરી એકવાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દેશના અગ્રણી રિન્યુએબલ એનર્જી રાજ્ય તરીકે પોતાની વૈશ્વિક અને રાષ્ટ્રીય ઓળખ વધુ મજબૂત બનાવી છે. કેન્દ્ર સરકારના નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના‘ અંતર્ગત ‘Month of Solar – May 2026’ પહેલ હેઠળ ગુજરાતે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવી કેટેગરી-રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

 PM સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજનાના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના ‘અટલ અક્ષય ઊર્જા ભવન’ ખાતે આજે ભવ્ય રાષ્ટ્રીય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીના હસ્તે ગુજરાતને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર વતી આ ગૌરવશાળી એવોર્ડ્સ GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા.

 ગુજરાતે કઈ કેટેગરીમાં મેળવ્યું દેશભરમાં પ્રથમ સ્થાન?

 ગુજરાતે ઉત્કૃષ્ટ અમલીકરણ અને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ‘પીએમ સૂર્ય ઘર એક્સેલન્સ એવોર્ડ’ મેળવવાની સાથે અન્ય ચાર મહત્વપૂર્ણ શ્રેણીઓમાં પણ દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

 *અન્ય ચાર મહત્વપૂર્ણ શ્રેણીઓ*

  ૧. નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ

 ૨. સૌથી વધુ રૂફટોપ સોલરનું કમિશનિંગ

 ૩. DISCOM દ્વારા સૌથી વધુ નિરીક્ષણ પૂર્ણ

 ૪. સૌથી વધુ વેન્ડર નોંધણીઓ

 આ ઐતિહાસિક સફળતા બદલ સમગ્ર રાજ્યને અભિનંદન પાઠવતાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘MNRE દ્વારા તા. ૧ મે થી ૩૧ મે૨૦૨૬ દરમિયાન આયોજિત ‘મંથ ઓફ સોલાર મે-૨૦૨૬’ અભિયાન દરમિયાન ગુજરાતમાં ૩.૦૬ લાખ કરતાં વધુ ગ્રાહક અરજીઓ પ્રાપ્ત થઈ હતી. 

જે પૈકી ૩૫ હજારથી વધુ રૂફટોપ સોલર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૪૨,૫૫૪ ડિસ્કોમ નિરીક્ષણો પૂર્ણ કરવાની સાથે ૨૧૦ નવા વેન્ડરોની નોંધણી થઈ છે. આ કામગીરીના આધારે ગુજરાતે કેટેગરી-રાજ્યોમાં તમામ ચાર કામગીરી આધારિત શ્રેણીઓમાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે નેશનલ પોર્ટલ પર ૧૦.૬૬ લાખથી વધુ ગ્રાહક અરજીઓ તથા ૬.૮૧ લાખ રૂફટોપ સોલર લગાવવામાં આવ્યા છે.

 વધુમાંમેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અગ્રવાલે કહ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનથી પ્રેરિત તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તેમજ ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયા ઉપરાંત મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસના નેતૃત્વમાં ગુજરાતે રૂફટોપ સોલાર અપનાવવામાં આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. આ પુરસ્કારો ગુજરાતના એ સૌર ઊર્જા અપનાવનાર દરેક જાગૃત નાગરિકના છેજેમણે ગ્રીન એનર્જીને અપનાવીને પર્યાવરણની રક્ષા કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.