સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ૩૦૦૦ કરોડથી વધુ વધારો
અમદાવાદ, ગુજરાત સરકારની આવકમાં સ્ટેમ્પ ડ્યૂટીની મહત્ત્વની ભૂમિકા છે અને બે વર્ષ સુધી આ આવક ઘટ્યા પછી હવે તેમાં જાેરદાર તેજી આવી છે. ૩૧ માર્ચે સમાપ્ત થયેલા નાણાકીય વર્ષના આંકડા એ બાબતની ગવાહી આપે છે કે રાજ્યમાં રિયલ્ટીના સોદામાં ભારે તેજી આવી છે.
ગયા નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યૂટીની વસુલાતમાં ૪૩ ટકાનો જંગી વધારો થયો હતો, જ્યારે ૨૦૨૦-૨૧ની સરખામણીમાં ૨૦૨૧-૨૨માં વેચાણ ખતની સંખ્યા ૨૫ ટકા વધી હતી. રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટરમાં જાેરદાર બાઉન્સ બેક આવ્યો હોવાના સંકેત છે.
ગયા નાણાકીય વર્ષમાં રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂ. ૧૦,૬૦૬ કરોડની વસુલાત કરી હતી. તેનાથી આગળના વર્ષોની વાત કરીએ તો ૨૦૧૮-૧૯માં સ્ટેમ્પ ડ્યૂટીની આવક રૂ. ૭૭૮૧ કરોડ, ૨૦૧૯-૨૦માં રૂ. ૭૭૦૧ કરોડ અને ૨૦૨૦-૨૧માં સ્ટેમ્પ ડ્યૂટીની આવક રૂ. ૭૩૯૦ કરોડ હતી.
અગાઉના નાણાકીય વર્ષની સાથે તુલના કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ૩૦૦૦ કરોડથી પણ વધુ વધારો થયો છે. ૨૦૨૧-૨૨ના શરૂઆતના છ મહિનામાં કોવિડનો આતંક હોવા છતાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનની સંખ્યા ૧૪.૩ લાખ હતી.
એટલે કે અગાઉના વર્ષની તુલનામાં ત્રણ લાખ જેટલી વધુ પ્રોપર્ટી રજિસ્ટર થઈ હતી. ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનની સંખ્યા અનુક્રમે ૧૨.૪ લાખ, ૧૨ લાખ અને ૧૧.૪ લાખ હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશનની સૌથી વધુ આવક અમદાવાદમાં થઈ હતી જે રૂ. ૩૩૯૮ કરોડ હતી. ત્યાર પછી ગાંધીનગરમાં રૂ. ૨૫૧૩ કરોડ, સુરતમાં રૂ. ૧૨૧૨ કરોડ અને રાજકોટમાં રૂ. ૫૯૫ કરોડની રેવન્યુ મળી હતી.
ગાંધીનગરમાં અત્યંત ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું હોવાથી તેમાં રેવન્યુના આંકડા અમદાવાદ પછી બીજા ક્રમે છે. ઉદ્યોગના જાણકારોએ કહ્યું કે રિયલ્ટી સેક્ટર હવે કોવિડની નેગેટિવ અસરમાંથી બહાર આવી રહ્યું છે. ક્રેડાઈના ગુજરાત ચેપ્ટરના ચેરમેન અજય પટેલે કહ્યું કે, “રિયલ્ટીમાં વેચાણ વધવા માટે ઘણા કારણો છે. હોમ લોનના વ્યાજદર નીચા હોવાથી લોકો મકાનો ખરીદી રહ્યા છે. લોકડાઉન પછી લોકોને લાગ્યું કે મોટા મકાનોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જાેઈએ.SSS