Western Times News

Gujarati News

નાયકાએ ગુજરાતમાં રિટેલર્સ સાથે જોડાણ કરવા “સુપરસ્ટોર” લોંચ કર્યો

સુપરસ્ટોર એક બટન ક્લિક કરીને તમામ બ્યૂટી, પર્સનલ કેર અને વેલનેસ ઉત્પાદનોને રિટેલર્સ માટે વિશિષ્ટ રીતે, ઘરઆંગણે સુલભ કરે છે

એપ વન-શોપ-ડિસ્ટ્રિબ્યુટર છે, જે ઉત્પાદકો પાસેથી ઉત્પાદનો સીધા મંગાવે છે અને વિતરકની કિંમતો પર અમારા પાર્ટનર રિટેલર્સને સૌથી વધુ પ્રસ્તુત સિલેક્શન ઉપલબ્ધ કરાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે

અમદાવાદ, દેશની અગ્રણી ઓનલાઇન લાઇફસ્ટાઇલ રિટેલ ડેસ્ટિનેશન નાયકાએ તાજેતરમાં ભારતીય રિટેલર ઇકોસિસ્ટમ માટે “સુપરસ્ટોર બાય નાયકા” લોંચ કર્યો છે – જે ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન, ડાયરેક્ટ-ટૂ-રિટેલ વિતરણની સુવિધા આપે છે. આ ઉપયોગ કરવામાં સરળ અને સુવિધાજનક સુપરસ્ટોર એપ સમગ્ર ભારતમાં રિટેલર્સ માટે ઉપલબ્ધ છે.

નાયકાના સુપરસ્ટોર સાથે ગુજરાતમાં એક સિંગલ પ્લેટફોર્મ પર રિટેલર્સ બ્યૂટી, પર્સનલ કેર અને વેલનેસ ઉત્પાદનોની સંપૂર્ણ રેન્જ વિતરકની કિંમતે મેળવી શકે છે. વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ સ્ટોર રિટેલર્સને જરૂર હોય ત્યારે 100 ટકા ઓરિજિનલ ઉત્પાદનો ઓર્ડર આપવાની સુવિધા આપે છે

અને એટલું જ નહીં તેમને ઉત્પાદનો તેમના ઘરઆંગણે પૂરાં પાડે છે. કિંમત અને ઓફરોમાં પારદર્શકતા તથા સરળતાપૂર્વક પરત કરવાની સુલભતા આ સ્ટોરને સૌથી વધુ પ્રસ્તુત ઉત્પાદનો મેળવવા વિશ્વસનિય માધ્યમ બનાવે છે.

સુપરસ્ટોર રિટેલર્સને તેમના વિસ્તારમાં લોકપ્રિય ઉત્પાદનોને સમજવા, લેટેસ્ટ ઓફર ચકાસવા તથા દરેક એસકેયુ માટે નફાનું માર્જિન પૂરું પાડવા તથા ખરીદી સમયે યોગ્ય જથ્થાની પસંદગી કરવામાં પણ મદદરૂપ થાય છે. અત્યારે એપ તેમના એસકેયુ માટે ટ્રેડ સ્કીમ્સ ચલાવવા બ્રાન્ડને સક્ષમ બનાવે છે અને રિટેલર્સને ધિરાણની સુવિધા પણ ઓફર કરે છે.

આ લોંચ પર નાયકા બી2બીના સીઇઓ વિકાસ ગુપ્તાએ કહ્યું હતું કે, “નાયકા દ્વારા સુપરસ્ટોરનો ઉદ્દેશ ધિરાણ, નફાના પારદર્શક માર્જિન અને ઝડપી ડોરસ્ટેપ ડિલિવરીઓ જેવી કિંમતી સેવાઓ સાથે રિટેલર્સ માટે યુઝરને અનુકૂળ, સિંગલ પ્લેટફોર્મ દ્વારા ભારતમાં બ્યૂટી, પર્સનલ કેર અને વેલનેસ ઉત્પાદનો માટે વધતી માગ પૂરી કરવાનો છે.

નાયકાની બેસ્ટ બ્રાન્ડ્સ, ટ્રેન્ડ્સ અને પ્રાઇસિંગ ઓફર કરીને સુપરસ્ટોર રિટેલર્સને તેમના ગ્રાહકો માટે સૌથી વધુ પ્રસ્તુત બ્રાન્ડ્સનો વિશિષ્ટ કેટાલોગ સુલભ કરાવે છે.”

અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુપરસ્ટોર રિટેલર્સને બેસ્ટ સેલિંગ કેટેગરીઓ, બ્રાન્ડ અને સાઇઝનો સ્ટોક કરવામાં, તેમની ઇન્વેન્ટરી ઘટાડવાની અને કાર્યકારી મૂડીની જરૂરિયાત ઓછી કરવાની તેમજ નફાકારકતા વધારવામાં મદદરૂપ થવાની ખાતરી આપે છે. તેઓ રેટિંગ અને રિવ્યૂ વાંચી શકે છે, ઉપભોક્તાના વલણો જોઈ શકે છે, તેમજ અગાઉ ફિઝિકલ રિટેલમાં અનુપલબ્ધ કેટેગરીમાં લેટેસ્ટ ઇનોવેશનની સુલભતા મેળવી શકે છે.

રિટેલર્સ માટે નાયકા દ્વારા સુપરસ્ટોર પર તેમની સફર શરૂ કરવી સરળ છે. આ માટે તેમણે સાઇન અપ કરીને તેમના વેરિફાઈ થયેલા બિઝનેસ ડોક્યુમેન્ટ અપલોડ કરીને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

ઉપરાંત નાયકા તાલીમબદ્ધ સેલ્સ કર્મચારીઓ સાથે હોલસેલર્સ અને રિટેલર્સને સઘન તાલીમ પ્રદાન કરશે, જે તેમને સુપરસ્ટોરમાંથી મહત્તમ લાભ મેળવવા સક્ષમ બનાવશે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ રિટેલર્સ સાથે લાંબા ગાળા માટે જોડાણ કરવાનો છે, તેમને વૃદ્ધિ કરવામાં મદદરૂપ થવાનો છે અને વધારે નફાકારક બનાવવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.