રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા શરદપૂનમ ગરબા મહોત્સવનું આયોજન કરાયું
રવિવારે રાત્રે રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા શરદપૂર્ણિમાની અજવાળી રાત્રે ‘રોટરી ગરબા મહોત્સવ2019’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં રોટરી સભ્યો, રોટોરેક્ટસ, અન્ય મહેમાનો પરિવારજનોએ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો અને મનમુકીને ગરબે રમ્યા. ગરબાના અંતે સુંદર ડ્રેસ અને સારા ગરબા રમનાર સભ્યો, જીવનસાથી અને નાના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ગરબાના અંતે ગરમા ગરમ નાસ્તો અને દૂધ પૌઆનો આસ્વાદ માણ્યો હતો.