Western Times News

Gujarati News

મોરબીની 1.19 કરોડની આંગડિયા લૂંટમાં પાંચ ઝડપાયા

ખાનગી બસના કર્મચારીએ ટીપ આપી’તીઃ મુદ્દામાલ કબજે કરવા કાર્યવાહી

મોરબી, અહીંના દલાવડી સર્કલ પાસે થયેલી રૂ.૧.૧૯ કરોડની આંગડિયા લુંટનો ભેદક ઉકેલાય તેવી કડી મળી છે. વીછિંયા સહિતના પંથકના પાંચ શખસને પોલીસે સકંજામાં લઈ લીધા છે.

મોરબીની ચકચારી રૂ.૧.૧૯ કરોડની આંગડિયા લુંટ ઘટના હવે ડિટેકટ થઈ ચુકી છે. સુત્રોના જણાવ્યા મુજબ પોલીસે આ આંગડિયા લુંટમાં સંડોવાયેલા વીંછીયા સહિતના પાંચથી વધુ શખસોને સકંજામાં લઈ આકરી પુછપરછ હાથ ધરી છે જેમાં સફળતા મળી છે અને ટુંક સમયમાં પોલીસ આંગડિયા લુંટનો ભેદ ઉકેલાઈ ગયાનું સત્તાવાર રીતે જાહેર કરશે.

મોરબીની આંગડિયા પેઢીના સંજયભાઈ પટેલ અને મનીષભાઈ ગત શુક્રવારે સવારે ખાનગી બસમાં આવેલું આંગડિયા પેઢીનું પાર્સલ લઈને પોતાની કારમાં પરત આવી રહ્યા હતા. ત્યારે દલાવડી સર્કલ પાસે નંબર પ્લેટ વગરની કારમાં ઘસી આવેલા ચાર અજાણ્યા બુકાનીધારીઓએ હુમલો કરી બન્ને પાસેથી રૂ.૧.૧૯ કરોડ ભરેલા આંગડિયા પાર્સલનું લુંટ કરીને ફરાર થઈ ગયા હતા.

આ બનાવમાં જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એ.એસ.પી.ની સુચના અન્વયે પોલીસની આઠ ટીમે લુંટારુઓને પકડવા ભારે દોડધામ આદરી હતી અને આ દિશામાં ચોકકસ બાતમી મળતા મોરબી પોલીસે રાજકોટ રૂરલ પોલીસની મદદ લઈને વીંછીયા સહિતના પાંચથી સાત જેટલા શકમંદોને રાઉન્ડઅપ કરી આકરી પુછપરછ હાથ ધરાતા ભેદ ઉકેલાઈ ગયો છે.

વધુમાં આ ચકચારી લૂંટ ખાનગી બસના કર્મચારી દ્વારા આપવામાં આવેલી ટિપ્સને આધારે થઈ હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે પોલીસ હાલ લુંટનો તમામ મુદ્દામાલ કબજે લેવા કાર્યવાહી કરી રહી છે અને ટુંક સમયમાં જ સત્તાવાર રીતે લૂંટ ડિટેકશન અંગે માહિતી જાહેર કરનાર હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.