Western Times News

Gujarati News

ચેન્નઈની NIAની ટીમ ગોધરા આવી 4 ની પૂછપરછ કરીઃ સ્લિપર સેલોમાં સન્નાટો

File

ગોધરા ખાતે NIAની ટીમે મહિલા સહીત ચારની પુછપરછ કરતા દેશ વિરોધી તત્વોમાં સન્નાટો

ગોધરાના ગીતેલ બંધુઓની જાસુસીના આરોપસર દેશની સુરક્ષા એજન્સીએ ધરપકડ કરવામાં આવતા આઈએસઆઈનું ગોધરા કનેકશન સૌ પ્રથમવાર બહાર આવ્યું હતુ.

ભારતીય લશ્કરની સંવેદનશીલ વિગતો એકત્ર કરવા માટે આઈએસઆઈના હનીટ્રેપના કાવતરા સામે શરૂ થયેલી તપાસ

ગોધરા, ભારતીય લશ્કરની સંવેદનશીલ અને ગુપ્ત ગતિવીધીઓ માહિતીઓ એકત્ર કરવા માટે પાકિસ્તાનની ખુફીયા એજન્સી આઈએસઆઈના હેન્ડર્લસ દ્વારા સૈન્યના જવાનોને હનીટ્રેપમાં ફસાવવાના આ ષડયંત્ર સામે દેશની સર્વોચ્ચ સુરક્ષા એજન્સી એનઆઈએ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

આ તપાસમાં ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટમ જાસુસી કેસની તપાસમાં સામેલ ચેન્નઈ સ્થિત એનઆઈએની ટીમ પુનઃ તપાસ માટે ગોધરા આવીને એક મહીલા સહીત ચાર લોકોની આજે વહેલી સવારથી વન ટુ વન જેવી મેરેથોન પુછપરછ હાથ ધરતા સ્લીપર સેલના આકરાઓમાં સન્નાટો વ્યાપી ગયો છે.

ભારતીય સૈન્યની સંવેદનશીલ અને ગુપ્ત ગતિવીધીઓને પાકિસ્તાન સ્થિત આઈએસઆઈના આકાઓને પહોચાડીને બદલામાં ભરપુર નાણાંકીય ભંડોળ ટ્રાન્સફર કરવાના ચોકાવનારા પ્રકરણમાં ગોધરાના ગીતેલ બંધુઓની જાસુસીના આરોપસર દેશની સુરક્ષા એજન્સીએ ધરપકડ કરવામાં આવતા આઈએસઆઈનું ગોધરા કનેકશન સૌ પ્રથમવાર બહાર આવ્યું હતુ.

આ સંદર્ભમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા શરૂ થયેલી તપાસમાં ભારતીય સૈન્યના જવાનોને હનીટ્રેપમાં ફસાવીને સંવેદનશીલ માહિતીઓ એકત્ર કરવામાં આઈએસઆઈના હેન્ડલર્સના માસ્ટર પ્લાનમાં ભારતમાંથી ખરીદ કરેલા મોબાઈલ સીમકાર્ડના નંબરથી વોટસએપ ચાલુ કરવા માટે

જે ઓટીપી નંબર આવે આ નંબર આઈએસઆઈના આકાઓને પહોચાડવામાં ખેલ સામે વિશાખાપટ્ટનમ જાસુસી કેસમાં બહાર આવેલા હનીટ્રેપમાં કાવતરામાં ગોધરાના વધુ એક આરોપી અલ્તાફહુસેન ઘાંચીભાઈની ગત ર૯મી ઓકટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.