વહુ મીરા રાજપૂતના વખાણ કરતાં ક્યારેય થાકતા નથી નીલિમા અઝીમ
મુંબઈ, એક્ટ્રેસ નીલિમા અઝીમ, જેમણે ૯૦ના દશકામાં ફિલ્મો અને બાદમાં ટીવી શોમાં પણ કામ કર્યું હતું તેઓ મહામારીના ખતમ થતાં ખુશ છે. તેઓ હવે ડાન્સિંગ અને એક્ટિંગ પર ફોકસ કરી શકશે.
નીલિમા, જેઓ બોલિવુડ એક્ટર્સ શાહિદ કપૂરની મમ્મી પણ છે, તેમને તે વાતની ખુશી છે કે તેઓ પોતાનું જીવન એન્જાેય કરી શકશે અને સિનેમામાં બંને દીકરાની પ્રોગ્રેસ જાેઈ શકશે. તેમજ પૌત્રી મીશા અને પૌત્ર ઝૈન (શાહિદ કપૂર અને મીરા રાજપૂતના બાળકો) સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકશે.
તેમણે કહ્યું હતું કે, સિંગલ મધર તરીકે મેં મારા બાળકોનો ઉછેર કર્યો છે અને દિવસો કપરા હતા. વર્ષો સુધી હાર્ડ વર્ક અને સંઘર્ષ કર્યા બાદ, મારા દીકરાઓને ફિલ્મમાં સારું કામ કરતા જાેવા અને પૌત્ર-પૌત્રી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો તે મારા માટે હેપ્પી ટાઈમ છે.
હવે મારે કોઈ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. ઝૈન અને મીશા સાથે રહેવાની મજા આવે છે, તેમને મોટા થતાં જાેવા તે પણ ખુશીની વાત છે’.
એક્ટ્રેસે ઉમેર્યું હતું કે, તેમની વહુ મીરા રાજપૂતે આખા પરિવારને બાંધીને રાખ્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘હું મીરા વિશે વાત કરતાં ક્યારેય થાકતી નથી. તે અમારા પરિવારને સાથે રાખે છે. તે અમને બધાને ખુશ રાખે છે અને મને ખુશી છે કે શાહિદને સારી જીવનસાથી મળી. તે ખૂબ જ પ્રેમાળ છે. તેને પરિવારનો ભાગ બનાવીને ધન્યતા અનુભવું છું’.
શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટર જે પ્રકારની ફિલ્મનો ભાગ છે તેના પર મંતવ્ય રજૂ કરતાં નીલિમા અઝીમે કહ્યું હતું કે, ‘શાહિદે ઘણી રસપ્રદ ફિલ્મો કરી છે અને પોતાને કલાકાર તરીકે ઘડ્યો છે.
આ જ રીતે ઈશાને નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મને ખુશી છે કે હું બે દીકરાઓની મા છું જેમણે બોલિવુડમાં સફળતા મેળવવા માટે પોતાની રીતે કામ કર્યું છે’.
શાહિદ કપૂર અપકમિંગ ફિલ્મ ‘જર્સી’માં પિતા પંકજ કપૂર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતો જાેવા મળશે. શું તમે ક્યારેય શાહિદ કે ઈશાન સાથે કામ કરવાનું પસંદ કરશો તેમ પૂછતાં નીલિમાએ જવાબ આપ્યો હતો કે ‘છેલ્લા કેટલાક વર્ષ મહામારીમાં ગયા.
મેં થોડા સમય વધારે કામ કર્યું નથી. જાે મેકર્સ પાસે સારી સ્ક્રિપ્ટ અને રોલ હશે, તો કેમ નહીં? મને શાહિદ અને ઈશાન સાથે કામ કરવાનું ગમશે પરંતુ તે સારું પાત્ર હોવું જાેઈએ. મને મારા કરિયર દરમિયાન ઘણી સારી તક મળી હતી અને સારી ફિલ્મોમાં કામ કર્યું હતું. જાે કંઈક રસપ્રદ મળતું હોય તો કેમ નહીં ?
નીલિમા અઝીમ, જેઓ કથ્થક ડાન્સર છે, તેઓ પોતાની એકેડેમી શરૂ કરવાનું વિચારી રહ્યા છે. ‘આ વર્ષે આપણે ગુરુ બિરજુ મહારાજજી ગુમાવ્યા. મેં તેમની પાસેથી તાલીમ લીધી હતી અને ફરીથી ડાન્સિંગ પ્રત્યે વળવા માગુ છું. ખૂબ જલ્દી એકેડેમી ખોલવાનું પણ મારું પ્લાનિંગ છે’.SSS