Western Times News

Gujarati News

ફરી એકવાર પ્રેમમાં પડી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝા

મુંબઈ, ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝા ખાસ્સા સમયથી સિંગલ છે. પણ હવે લાગી રહ્યું છે કે, ક્રિસ્ટલના જીવનમાં પ્રેમ આવ્યો છે.ક્રિસ્ટલ ગુલામ ગૌઝ દીવાનીના પ્રેમમાં છે. ગુલામ રેસ્ટોરાં બિઝનેસમાં છે. ક્રિસ્ટલ અને ગુલામ છેલ્લા છ મહિનાથી સાથે છે. અમુક સમયથી ક્રિસ્ટલ સોશિયલ મીડિયા પર તેની સાથેની તસવીરો પણ શેર કરી રહી છે.

માત્ર ક્રિસ્ટલ જ નહીં ગુલામ પણ તેની સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર મૂકતાં ખચકાતો નથી. ગુલામે શેર કરેલા વિડીયોમાં એક્ટર ઋત્વિક ધનજાની પણ જાેવા મળી રહ્યો છે. મતલબ કે, આ કોમન ફ્રેન્ડ્‌સ ફરવા ગયા ત્યારનો આ વિડીયો છે. ગુલામના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ક્રિસ્ટલ સાથેની કેટલીક પોસ્ટ જાેવા મળી છે.

થોડા દિવસ પહેલા જ ક્રિસ્ટલ ગુલામ અને અન્ય મિત્રો સાથે કાશ્મીર ફરવા ગઈ હતી. જેના કેટલાય વિડીયો અને ફોટોઝ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જાેવા મળે છે.

ક્રિસ્ટલ પોતાની રિલેશનશીપ અંગે મૌની સાધીને બેઠી છે. ત્યારે ગુલામ અને ક્રિસ્ટલ રિલેશનશીપમાં છે કે પછી તેઓ માત્ર સારા મિત્રો છે એ વાતનો ખુલાસો હાલ તો થઈ શક્યો નથી. પરંતુ ચર્ચા તો એવી જ છે કે તેમનો સંબંધ મિત્રતાથી ખૂબ વધારે છે.

અગાઉ ક્રિસ્ટલ ડિસૂઝા એક્ટર કરણ ટેકર સાથે સીરિયસ રિલેશનશીપમાં હતી. ક્રિસ્ટલ અને કરણે સીરિયલ ‘ એક હજારોં મેં મેરી બહેના’માં સાથે કામ કર્યું હતું. એ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જાેકે, બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હાલ કરણ એક્ટ્રેસ શ્રેયા ચૌધરીને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે.

ચહેરે ફિલ્મમાં જાેવા મળેલી ક્રિસ્ટલ ડિસૂઝા થોડા દિવસ પહેલા જ નવું ઘર ખરીદવાના કારણે ચર્ચામાં હતી. ક્રિસ્ટલે મુંબઈમાં સુંદર ઘર ખરીદ્યું છે. જેની હાઉસ વોર્મિંગ પાર્ટીમાં એકતા કપૂર, અનિતા હસનંદાની, રિદ્ધિ ડોગરા વગેરે જેવા તેના ખાસ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.